BZ કૌભાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. 6000 કરોડના કૌભાંડમાં ફરાર મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાની મહેસાણાથી ધરપકડ કરવામાં આવી છે. CID ક્રાઈમ ભુપેન્દ્રસિંહને લઈને ગાંધીનગર રવાના થઈ છે. ઉલ્લેખનીય છે કે ધરપકડથી બચવા ભુપેન્દ્રસિંહ ઝાલાએ હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી. કૌભાંડ સામે આવ્યાં ત્યાર બાદથી ભુપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો હતી
અરવલ્લી અને સાબરકાંઠા સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં BZ નામે પોંઝી સ્કીમ ચાલતી હોવાની ચર્ચાઓ ચાલી હતી, જેને લઈને cid ના ધ્યાને આ બાબત ધ્યાને આવતા બંન્ને જિલ્લામાં એકસાથે દરોડા પાડ્યા હતા. આજથી એક મહિના પહેલા cid ની ટીમ દ્વારા કાર્યવાહી કરી હતી ત્યારબાદ એજન્ટ તેમજ BZ ના સીઈઓ ભુપેન્દ્ર ઝાલા ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી અને ત્યારબાદ એક મહિના પછી ભુપેન્દ્રસિંહ ઝાલા પોલીસ પકડમાં આવી ગયો છે.