થર્ટી ફર્સ્ટને લઇને રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગરો અધિરા બન્યા છે ત્યારે અરવલ્લી જિલ્લા પોલિસ તેમના મનસુબા પર પાણી ફેરવી રહી છે. અરવલ્લી જિલ્લા પોલિસ વડા શૈફાલી બારવાલ ની સૂચનાથી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં 29 ચેકપોસ્ટ બનાવાઈ છે, જે પાસ કરીને જ વાહન ચાલકો ગુજરાત અને ત્યારબાદ જિલ્લામાં પહોંચી શકે છે.
અરવલ્લી જિલ્લા પોલિસ વડાની સૂચનાથી અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સક્રિય બની છે અને સતત પ્રોહિબિશનના કેસ કરીને કડક કાર્યવાહી કરતા, હવે બુટલેગરોએ શું કરવું તે વિચારતા થઈ ગયા છે. પણ પોલિસ તેમની વિચારણસરણી ઉપર પાણી ફેરવી દીધું છે. એલ.સી.બી. પીઆઈ એચ.પી.ગરાસીયા નાઓના નેતુત્વ માં એલ.સી.બી.સ્ટાફના માણસોને તેમજ અરવલ્લી જિલ્લાના તમામ પોલિસ અધિકારીઓ પ્રોહિબિશન પ્રવૃત્તિઓને અટકાવવા કડકાઈ થી અમલ કરી રહ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે, થર્ટી ફર્સ્ટને લઇને કુલ 48 કેસ કર્યા છે. આ સાથે જ 4 રેડ કરી પ્રોહિબીશનના તથા પીધેલાના તથા ફંડ એન્ડ ડ્રાઈવના મળી કુલ-37 કેસ કરવામાં આવ્યા છે. વાહન ચેકીંગ દરમ્યાન કુલ-14 વાહન ડીટેઇન કરી, કોમ્બીંગ દરમ્યાન જુદા જુદા એમ.સી.આર વાળા ઇસમો કુલ-62 ચેક કરવામાં આવેલ તેમજ હિસ્ટ્રીશીટર કુલ-14 ચેક કરવામાં આવેલ છે.
અરવલ્લી જિલ્લા પોલિસ દ્વારા આવી જ ડ્રાઈવ કાયમી ધોરણે ચાલુ રહે તો, બુટલેગરો તો શું, તેમના આકાઓ પણ દારૂ ઘુસાડવાનું વિચારી ન શકે.