24 C
Ahmedabad
Tuesday, January 21, 2025

R.K.Enterprise નો હરપાલસિંહ ઝાલા ને હરિસિદ્ધ ફાઈનાન્સિસ સર્વિસિસ નો CEO અજયસિંહ પરમાર CID ની નજરથી દૂર


R.K.Enterprise નો હરપાલસિંહ ઝાલા અને હરિસિદ્ધ ફાઈનાન્સિસ સર્વિસિસ નો CEO અજયસિંહ પરમાર હજુ પોલિસ પકડથી દૂર

અરવલ્લી-સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં પોંઝી દુકાનો ચાલી રહી છે, જેની સામે સીઆઈડી દ્વારા સતત તપાસ અને દરોડા પાડવામાં આવી રહ્યા છે. પહેલા બીઝેડ અને ત્યારબાદ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ચાલતી ત્રણ પોંઝી દુકાન સંચાલકો અને કહેવાતા સીઈઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદમાં મોડાસા ખાતે કાર્યરત આર.કે.એન્ટરપ્રાઈઝ ના સીઈઓ હરપાલસિંહ ઝાલા, હરિસિદ્ધિ ફાઈનાન્સિયલ સર્વિસ ના સીઈઓ અજયસિંહ પરમાર તેમજ કે.કે.એન્ટરપ્રાઈઝના સીઈઓ સામે ગાંધીનગર સીઆઈડીએ ફરિયાદ દાખલ થઈ હતી.

Advertisement

ફરિયાદ થયાને આટલો સમય વીતિ જવા છતાં મળતિયાઓના આશીર્વાદથી હરપાલસિંહ ઝાલા અને અજયસિંહ પરમાર હજુ પોલિસ પકડથી દૂર છે. એટલું જ નહીં, કેટલાક છૂપા સીઈઓએની મીઠી નજર હેઠળ તેઓ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. લોકોનું કરોડો રૂપિયાનું ઉઠામણું કરીને છેલ્લા ઘણાં સમયથી કહેવાતા બંન્ને સીઈઓ પોલિસને ચકમો આપી રહ્યા છે, ત્યારે પોલિસ પકડમાં ક્યારે આવશે, તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. આર.કે.એન્ટરપ્રાઈઝનો સીઈઓ અને હરિસિદ્ધિ ફાયનાન્સ સર્વિસિસ નો સીઈઓ ઝડપાયો, તો કેટલાય શિક્ષકો તેમજ અન્ય એજન્ટનો પર્દાફાશ થઈ શકે એમ છે. જોકે આ બંન્ને ઠગ ક્યાં છૂપાઈ ગયા છે, અને તેમને કોણ માહિતી પુરી પાડી રહ્યું છે, તે પણ એક સવાલ છે.

Advertisement

શું હતો મામલો અને કેમ ફરિયાદ દાખલ થઈ હતી?
ગાંધીનગર સીઆઈડીએ નોંધેલી ફરિયાદ મુજબ આર.કે.એન્ટરપ્રાઈઝ, હરિસિદ્ધિ ફાઈનાન્સિયલ સર્વિસિસ કે જેઓ અલગ અલગ સરનામા ખાતે ઓફિસો ખોલી અલગ નામની બીજી કંપનીઓ ખોલી તે કંપનીમાં એજન્ટ રાખી લોકોને રોકાણ કરાવી માસિક 5% થી 30% સુધીનું વ્યાજ બે વર્ષ માટે રોકાણ કરો તો વ્યાજ તમને આપશે અને તમે રોકાણ કરેલ નાણાનું કંપની તરફથી એક એગ્રીમેન્ટ આપવામાં આવશે. એટલું જ નહીં તમે તમારા હાથ નીચે કોઈ પણ રોકાણકાર પાસેથી રોકાણ કરાવશો તો તમને તેનું 1% કમિશન મળશે તથા તેના નીચે અન્ય કોઇ રોકાણ કરશે તો 0.2 % કમિશન મળશે. આવી માહિતી ગ્રાહકોને આપી કંપનીના સીઈઓ તેમજ એજન્ટ ગ્રાહકોને વિશ્વાસમાં લઇ ગ્રાહકો પાસે નાણાનું રોકાણ કરાવતા, અને નાણા પરત નહીં આપી અને લોભામણી લાલચો આપી આયોજનપુર્વકનુ કાવતરૂ રચી ભોગ બનનારાનાઓને આશરે 50 કરોડ જેટલું આર્થિક નુકસાન કરી નાણાંકિય છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી આર્થિક નુકસાન કરી ગુન્હો કર્યો હતો.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!