24 C
Ahmedabad
Tuesday, January 21, 2025

U.P : કુંભ મેળામાં આકાશથી માંડી પાણીના ઊંડાણ સુધી ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત, 2700 સીસીટીવી કેમેરા લગાવાશે


ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ 2025ની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. મહાકુંભ મેળામાં આકાશથી માંડી નદીના ઊંડાણ સુધી સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરવામાં આવી છે. સંસ્કૃતિ મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે, પ્રથમ વખત પ્રયાગરાજ મહાકુંભમાં સંગમ ક્ષેત્રમાં 24 કલાક નજર રાખવા માટે 100 મીટર સુધી ગોતાખોરી કરવામાં સક્ષમ અંડરવોટર ડ્રોન તૈનાત કરવામાં આવશે.મંત્રાલયે જણાવ્યું કે, તીર્થયાત્રીઓ અને અન્ય મુલાકાતીઓની સુવિધા માટે ભારતની સંસ્કૃતિ અને વિવિધતા પ્રદર્શિત કરવા 92 માર્ગોનું રિનોવેશન, 30 બ્રિજ અને 800 બહુભાષીય સંકેતો લગાવવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ઉત્તરપ્રદેશ સરકાર પ્રયાગરાજમાં મહાકુંભ 2025નું ભવ્ય, સુરક્ષિત અને આધ્યાત્મિક રૂપે સમૃદ્ધ આયોજન કરવાની ખાતરી કરી રહી છે.

Advertisement

13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ 45 દિવસીય કુંભ મેળામાં વિશ્વભરમાંથી 40 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આવવાની સંભાવના છે. જેમાં ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને આધ્યાત્મિક પરંપરાઓનું પ્રદર્શન કરશે. જેમાં પ્રથમ વખત નદીમાં 100 મીટર ઊંડાઈએ પણ દેખરેખ રાખવા માટે પાણીની અંદર ડ્રોન મૂકવામાં આવશે.

Advertisement

2700 કેમેરા લગાવાશે
મેળામાં 2700 કેમેરા લગાવવામાં આવશે. 56 સાયબર વોરિયરની એક ટીમ ઓનલાઈન જોખમો પર નજર રાખશે. તમામ પોલીસ સ્ટેશનોમાં સાયબર હેલ્પ ડેસ્ક સ્થાપિત કરવામાં આવશે. મહાકુંભ નગરના હજારો ટેન્ટ અને આશ્રય સ્થાનોની સાથે એક અસ્થાયી નગર ઉભુ કરવામાં આવશે. 400થી વધુ કામકાજ પૂર્ણ થઈ ચૂક્યા હતા. 31 ડિસેમ્બરના અંત સુધી તમામ તૈયારીઓ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!