24 C
Ahmedabad
Tuesday, January 21, 2025

IND vs AUS : રોહિત-કોહલીનો ફરી ફ્લોપ શૉ, 340 રનના ટારગેટ સામે ટીમ ઈન્ડિયાનો સ્કૉર 80/3


બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) 2024-25 હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાઈ રહી છે. આજે (30 ડિસેમ્બર) આ મેચનો પાંચમો અને છેલ્લો દિવસ છે. ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતને જીતવા માટે 340 રનનો ટાર્ગેટ આપ્યો છે.

Advertisement

ટીમ ઈન્ડિયાની ખરાબ શરૂઆત
લક્ષ્યનો પીછો કરતી વખતે ટીમ ઈન્ડિયાને બેક ટુ બેક 3 વિકેટ ગુમાવી દેતાં મુશ્કેલીમાં મુકાઈ છે અને સ્કોર હાલમાં 78 રનની છે. યશસ્વી જયસ્વાલ અને ઋષભ પંત ક્રિઝ પર છે. જો ભારતે જીતવું હોય તો 92 ઓવરમાં આ ટારગેટ ચેઝ કરવો પડશે. જયસ્વાલ અને પંતે બાજી સંભાળતા ટીમ ઈન્ડિયાનો રકાસ અટકાવ્યો અને હાલ સ્કૉર 80/3 થઈ ગયો છે.

Advertisement

અત્યાર સુધીની ટેસ્ટની હાઈલાઈટ્સ…
ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ 234 રન પર સમેટાઈ ગયો હતો. ટીમ ઈન્ડિયા તરફથી જસપ્રીત બુમરાહે બીજી ઇનિંગમાં 5 વિકેટ ઝડપી હતી. આ પહેલા ટીમ ઈન્ડિયાએ તેના પ્રથમ દાવમાં 369 રન બનાવ્યા હતા. ભારત તરફથી નીતિશ કુમાર રેડ્ડીએ 114 રનનું યોગદાન આપ્યું હતું. આ મેચની પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયન ટીમ 474 રનમાં સમેટાઈ ગઈ હતી. એટલે કે પ્રથમ દાવના આધારે ઓસ્ટ્રેલિયાને 105 રનની લીડ મળી હતી.

Advertisement

ટીમ ઈન્ડિયાની બીજી ઈનિંગ કેવી રહી?
લક્ષ્યનો પીછો કરતી વખતે ટીમ ઈન્ડિયાની શરૂઆત અત્યંત ખરાબ રહી. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે નવા બોલ પર મોટા શોટ મારવાનો પ્રયાસ કર્યો ન હતો. પરિણામે ભારતે 16 ઓવરમાં માત્ર 25 રન બનાવ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે રોહિત જ્યારે મોટી ઇનિંગ રમવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેની ધીરજ ખૂટી ગઈ હતી. રોહિત (9)ને પેટ કમિન્સે મિશેલ માર્શના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.

Advertisement

કોહલીનો ફરી ફ્લોપ શૉ
ચાર બોલ બાદ કમિન્સે કેએલ રાહુલને પણ પ્રથમ સ્લિપમાં ઉસ્માન ખ્વાજા દ્વારા કેચ આઉટ કરાવ્યો. રાહુલ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. ત્યારબાદ વિરાટ કોહલી પણ 5 રન બનાવીને મિચેલ સ્ટાર્કના બોલ પર ખ્વાજાના હાથે કેચ આઉટ થયો હતો. કોહલીની જૂની નબળાઈએ આ ઈનિંગમાં પણ તેનો પીછો છોડ્યો નહીં અને તે ઓફ સ્ટમ્પની બહાર જતા બોલ પર આઉટ થઈ ગયો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!