પ્રતિકાત્મક તસ્વીર
અરવલ્લી અને સાબરકાંઠાજિલ્લામાં છેલ્લા એક મહિનાથી બગલામુખી મંદિરની ચર્ચાઓ ચાલી રહી છે. પોંઝી સ્કીમનો ભાંડાફોડ થયા પછી અચાનક કેટલાક લોકોના મોંઢા પર એક જ વાત આવતી હોય છે કે, બગલામુખી મંદિર. હવે બગલામુખી મંદિર અને બગલામુખી છે શું તેની વાત આપને જણાવીએ.
દેશમાં બગલામુખીના ત્રણ ઐતિહાસિક મંદિર આવેલા છે, જેમાં હિમાચલ પ્રદેશના કાંગડા, જ્યારે મધ્યપ્રદેશના દતિયા અને નલખેડામાં અન્ય બે મંદિર આવેલા છે. ત્રીમુખ ત્રિશક્તિ માતા બગલામુખીનું આ મંદિર મધ્યપ્રદેશના અગર જિલ્લા ના નલખેડામાં લખુંસદર નદીના કિનારે આવેલું છે. જે કેટલાય કારણો થી સુપ્રસિદ્ધ છે. શ્રદ્ધાળુઓ કેમ આસ્થા રાખે છે?
• આ મંદિર શત્રુનાશિની મા બગલામુખીને સમર્પિત છે. માતા બગલામુખી દસ મહાવિદ્યાઓમાં આઠમી દેવી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, તેમની પૂજા કરવાથી શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે.
• આ મંદિરમાં તંત્ર સાધના માટે વિશેષ સંયોજન છે.
• માતા બગલામુખી તમામ અનિષ્ટોનો નાશ કરનાર માનવામાં આવે છે.
• પીળો રંગ મા બગલામુખીનો પ્રિય છે, તેથી મંદિરને પીળો રંગ રંગવામાં આવે છે.
• ભક્તો પીળા વસ્ત્રો પહેરે છે અને મંદિરમાં પીળી મીઠાઈઓ અર્પણ કરે છે.
• મા બગલામુખી મંદિરમાં, મુકદ્દમા, કૌટુંબિક વિવાદ, જમીન વિવાદ, વાણીમાં સફળતા, વાદ-વિવાદમાં વિજય, નવગ્રહ શાંતિ, રિદ્ધિ-સિદ્ધિની પ્રાપ્તિ, અને શત્રુનાશ હવન તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ માટે કરવામાં આવે છે.એવું કહેવાય છે કે જે કોઈ સાચા મનથી મા બગલામુખી ધામમાં જાય છે, તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
• માત્ર ભારત અને વિદેશના લોકો જ નહીં પરંતુ ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા સેલેબ્સ પણ મા બગલામુખીના મંદિરે આવ્યા છે.
અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં પોંઝી સ્કીમ ચલાવતા મળતિયાઓ અને એજન્ટ બગલામુખી મંદિરે પહોંચ્યા હતા, અને તેના ફોટો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં, કેટલાય સમયથી બગલામુખીની ચર્ચાઓ ચાલી રહી છે. પહેલા પોંઝી સ્કીમ ચલાવી, લોકોના પૈસા ડૂબાડ્યા અને ત્યારબાદ વાદ-વિવાદમાં ન આવવા તેમજ મુશ્કેલીઓથી દૂર થવા માટે પોંઝીના સંચાલકો બગલામુખી જતાં, બંન્ને જિલ્લાઓમાં આ મંદિરની ચર્ચાઓ ચાલી રહી છે. ખોટુ કરીને કોઈ વિઘ્ન ન આવે, તે માટે અહીં જતાં, હવે ચર્ચાઓ ચાલી છે.