લાલ–વાદળી ઝબૂકતી લાઈટ્સનું મોડાસાના હજીરા તેમજ કાર એસેસરીઝમાં ધૂમ વેચાણ
બેરોકટોક વગર ગાડી પર લાગતી લાલ-વાદળી લાઈટ્સ નું વેચાણ કેમ બંધ થતું નથી ?
પોલિસના ધ્યાને આવે તો કાર ડિટેઈન અથવા તો મેમો આપે છે, પણ દુકાનોમાં કેમ જપ્ત નથી કરાતી ?
કાર પર કાળા કાચ તો હવે ફેશન બની ગઈ હોય તેવું લાગે છે
અધિકારીઓની ગાડીઓ ઉપર પણ કાળા કાચ
નેતાઓની ગાડીઓ પણ કાળા કાચથી કારની અંદર અંધેરા હી અંધેરા…
રાજ્યમાં ધીરે-ધીરે ટ્રાફિક ના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું જોવા મળે છે, નવી કાર લીધી કે, કારમાં અવનવી વસ્તુ નખાવવાનો ટ્રેન્ડ વધી ગયો છે. હવે તો કારના બોનેટ પર ઝબૂકતી લાલ-વાદળી લાઈટ્સ લગાવવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. અરવલ્લી જિલ્લા પોલિસ તંત્ર દ્વારા મોડાસાના ગાજણ નજીક, વાહન ચેકિંગમાં હતા, ત્યારે પોલિસે આ સમય દરમિયાન ગાડી પર પોલિસની ગાડી પર લાગેલી અને તેનાથી મળી આવતી લાલ-વાદળી લગાવેલી કાર આવતા, પોલિસે કાર ચાલકને ઊભો રાખ્યો હતો અને કાર ઉપર લાગેલી લાઈટ્સ ઉતારી દીધી હતી. એટલું જ નહીં કાર ડીટેઇન કરવાની પણ તજવીજ હાથ ધરી હતી. ગેરકાયદેસર રીતે કારના બોનેટ પર લાલ-વાદળી લાઈટ્સ લગાવવાનો ટ્રેન્ડ શરૂ થયો છે, અને આ ટ્રેન્ડ ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવી દે છે, જોકે પોલિસ અને આર.ટી.ઓ.ની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.
અરવલ્લી જિલ્લાની વાત કરવામાં આવે તો, હજીરા વિસ્તારમાં આ પ્રકારની લાઈટ્સ માટેનું હબ બની ગયું છે. એટલું જ નહીં, કાર એસેસરીઝમાં પણ લાલ-વાદળી લાઈટ્સ નું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. પોલિસ અને આર.ટી.ઓ. વિભાગ આવી દુકાનોમાં તપાસ કેમ નથી કરતી તે સવાલ છે. કુવામાં હોય છે, એટલે હવાડામાં આવે છે, જો કુવામાં જ ન હોય, તો હવાડામાં આવવાનો સવાલ જ ઉઠતો નથી.
બીજી બાજુ અરવલ્લી જિલ્લામાં કાળા કાચ વાળી ગાડીઓ ધૂમ ફરી રહી છે, પણ પોલિસનું ધ્યાન જતું નથી. પોલિસની કેટલીય ગાડીઓ પર કાળા કાચ હોય છે, અને ઘણી બધી ગાડીઓ પર નંબર પ્લેટ પણ જોવા મળતી નથી. અહીં કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી, તે પણ લોકો પૂછી રહ્યા છે. કેટલીકવાર તો પોલિસ ગાડી નહીં પણ ચહેરો જોઈને કાર્યવાહી કરે છે, જેને લઇને કામગીરી પર સવાલો ચોક્કસથી ઉઠવા પામી રહ્યા છે.