અંકિત ચૌહાણ જય અમીન
31 ડિસેમ્બર ને લઇને અરવલ્લી જિલ્લા પોલિસ સતર્ક બની છે. તકેદારીના ભાગરૂપે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ તેમજ બ્રેથ એનેલાઈઝર દ્વારા તપાસ કરવામાં આવી રહ્યું છે. દારૂબંધીનો ચુસ્તપણે અમલ થાય, તે માટે ગુજરાતમાં પ્રવેશતા, તમામ રસ્તાઓ પર પોલિસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે… મોડાસા શામળાજી હાઈવે પર પોલિસની ટીમ દ્વારા આવતા જતાં વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ વાહન ચાલકો દારૂ ઢીંચીને તો નથી આવ્યા ને, તે માટે બ્રેથ એનેલાઈઝર થી ચાલકોની તપાસ કરવામાં આવી રહી છે. કેટલાક લોકો દારૂ ઢીંચીને વાહન હંકારતા ઝડપાઈ ગયા હતા, જેમની સામે પલિસે કાર્યવાહી કરી હતી.
મોડાસા શહેરના ચાર રસ્તાથી આ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં અરવલ્લી જિલ્લા એ.એસ.પી. સંજયકુમાર કેશવાલા, મોડાસા ટાઉન પીઆઈ સહિતની ટીમ આ કામગીરીમાં જોડાઈ હતી. મોડાસાના ગાજણ ચેકપોસ્ટ ખાતે પોલિસ પહોંચી હતી, જ્યાં શામળાજી તરફથી આવતા, વાહન ચાલકોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં બે થી ત્રણ પિક્કડ ઝડપાઈ ગયા હતા, જેમની સામે પોલિસે કાર્યવાહી કરી હતી.
આ સાથે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને પણ સબક શિખવ્યો હતો.. બ્લેક ફિલ્મ લગાવી હોય તેવા વાહન ચાલકોને પણ દંડ ફટકાર્યો હતો.. આ સાથે પોલિસે કારના કાચ પર લગાવેલી બ્લેક ફિલ્મ પણ દૂર કરી હતી.. તો બીજી બાજુ વાદળી અને લાલ લાઈટ્સ પણ દૂર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી… આગામી દિવસોમાં પણ ગાડી પર લગાવોલી લાલ-પીળી-વાદળી સહિતની લાઈટ્સ દૂર કરવાની કાર્યવાહી કરાય તો નવાઈ નહીં.. શામળાજી તરફથી મોડાસા આવતા તમામ વાહનોની તપાસ પોલિસ દ્વારા કરવામાં આવી હતી..