કોરોના પછી સતત નવા નવા કેસ સામે આવતા હોય છે. ચીનમાં કોરોના કેસ નો ફેલાવો થયો હતો, ત્યારબાદ ભારતમાં તેની એન્ટ્રી થઈ હતી. એટલું જ નહીં હાલમાં ગુજરાતમાં ચાંદીપુરમ કેસ પણ નોંધાયા હતા, જેને લઇને બાળકોના મોત થવાથી આરોગ્ય વિભાગમાં દોડધામ મચી હતી. હવે ગુજરાતીઓ માટે સૌથી મોટા ચિંતાના સમાચાર સામે આવ્યા છે.છે. ચીનના HMPV વાઇરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો છે. અમદાવાદના ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં બાળકને હાલ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યું છે જોકે તેની તબિયત સ્થિર છે.
પ્રાપ્ત માહિતી મુજબ મોડાસાની નજીક આવેલા એક ગામમાં રહેતા બે મહિનાના બાળકને છેલ્લા 15 દિવસથી શરદી, તાવ હોવાના કારણે તેની તબિયત વધારે ખરાબ થતા સારવાર અર્થે અહીં દાખલ કરવામાં આવ્યું હતું. બાળકને પાંચ દિવસ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું. જ્યાં રિપોર્ટ કરાવતા HMPV હોવાનું સામે આવ્યું હતું. બાળકની તબિયત હાલ સ્થિર છે. અગાઉ કર્ણાટકમાં 3 અને 8 મહિનાના બે બાળકો સંક્રમિત થયા હતા.
આ અંગે અરવલ્લી જિલ્લા ઈન્ચાર્જ આરોગ્ય અધિકારી જયેશ પરમાર સાથે મેરા ગુજરાતે વાતચીત કરતાં જણાવ્યું કે, હાલમાં કોઈ એચ.એમ.પી.વી. નો પોઝિટિવ કેસ નોંધાયો નથી.
ગુજરાત સરકાર એલર્ટ
આરોગ્ય વિભાગનું કહેવું છે કે અમે અમારી લેબમાં તેનું પરીક્ષણ કર્યું નથી. ખાનગી હોસ્પિટલમાં આ કેસનો રિપોર્ટ આવ્યો છે. ખાનગી હોસ્પિટલના આ રિપોર્ટ પર શંકા કરવાનું કોઈ કારણ જણાતું નથી. આ સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી સૂચના આપતી માર્ગદર્શિકા પણ જાહેર કરી છે.