જય અમીન/અંકિત ચૌહાણ
રાજ્યમાં નકલી..નકલી.. વચ્ચે હવે ફ્રોડ કરવાની અલગ અલગ તરકીબ શોધી કાઢી, લોકોને ઠગવાના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં હાલ પોંઝી સ્કેમને લઇને તપાસ તો ચાલી રહી છે, આ વચ્ચે રાજ્યના એવા તમામ નેતાઓ, સાહિત્યકારો, લોકગાયકો તેમજ નામી હસ્તિઓની ઉપસ્થિતિમાં લિટરેચર ફેસ્ટિવલ યોજાવાનો હતો, જેની કોઈને ખ્યાલ જ નહીં. હવે તો એવું લાગ્યું કે, આ તો ફ્રોડ હતો.
વાત જાણે એમ છે કે, સોશિયલ મીડિયા ઉપર હાલમાં એક પોસ્ટ વાયરલ થઈ હતી, જેમાં એલ.સી. પ્રકાશન અને અરવલ્લી સાહિત્ય સેતુ ગૃપ દ્વારા એક વિશાળ અરવલ્લી લિટરેચર ફેસ્ટિવલ યોજાવાનો છે, જેની પત્રિકા વાઈરલ થઈ હતી. પત્રિકા સોશિયલ મીડિયા પર આવતા, જ લાગતા વળગતાઓને તેમના ચાહકોએ મોકલતા, જાણવા મળ્યું કે, આવું તો કાંઈ જ નથી. ધીરે ધીરે વાત વાયુવેગે પ્રસરી અને ખ્યાલ આવ્યો કે, અરવલ્લી ફેસ્ટીવલના નામે આયોજકો કરી લાગે છે. આ વચ્ચે જાણીતા પત્રકાર દેવાંશી જોષીએ ટ્વીટ કરીને લખ્યું કે, કાર્યક્રમના નામે કોઈએ ફ્રોડ કર્યું હોઈ શકે, આમાંથી ઘણાં બધા સાથે વાત કરી, કોઈને આ કાર્યક્રમ વિશે નથી ખબર આ ઇવેન્ટ સાથે કોઈ જ લેવાદેવા નથી. દેવાંશી જોષીએ એટલા માટે લખ્યું કે, તેમનું નામ પણ મંત્રીગણ તરીકે દર્શાવાયું હતું. સાહિત્યના નામે નકલી કાર્ડ ફરતું થવાનું બાકી હતું એ ય થઈ ગયું😐
https://x.com/devanshijoshi71/status/1875894070863888517
🚨🚨🚨🚨🚨
AlertAdvertisementકાર્યક્રમના નામે કોઈએ ફ્રોડ કર્યું હોઈ શકે
આમાંથી ઘણાં બધા સાથે વાત કરી, કોઈને આ કાર્યક્રમ વિશે નથી ખબર
જમાવટને આ ઇવેન્ટ સાથે કોઈ જ લેવાદેવા નથીAdvertisementસાહિત્યના નામે નકલી કાર્ડ ફરતું થવાનું બાકી હતું એ ય થઈ ગયું😐 pic.twitter.com/Pik6wj78T3
Advertisement— Devanshi Joshi (@devanshijoshi71) January 5, 2025
Advertisement
અરવલ્લી જિલ્લામાં યોજાનાર કાર્યક્રમને લઇને તમામ મિનિટ ટૂ મિનિટ વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમ 11 જાન્યુઆરી 2025 થી યોજાવાનો હતો, જેમાં ઉદ્ધાટન સમારોહ તરીકે રાજ્યપાલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નામનો પણ ઉપયોગ કરી દેવાયો હતો. અરવલ્લી સાહિત્ય ફેસ્ટીવલમાં રાજ્ય અને દેશના સાહિત્ય ક્ષેત્રે જોડાયેલા નિષ્ણાંતો, મોટિવેશનલ સ્પીકર, પત્રકારો, લોકગાયકો વગેરે ઉપસ્થિત રહેવાના હતા. આ માટે ટિકિટનું પણ વેચાણ કરવામાં આવ્યું હોવાની વિગતો મળી છે. હવે કેટલા રૂપિયામાં ટિકિટ વેચાઈ છે, અને આમાં મુખ્ય સુત્રધાર કોણ છે, તે અંગે હજુ સુધી સામે આવ્યું નથી. પણ હાલ તો, અરવલ્લી સાહિત્ય ફેસ્ટિવલ ની પત્રિકા સામે આવતા, અનેક સવાલો ઉઠી રહ્યા છે.