સફાઈ કામદારોની પડતર પ્રશ્નોને લઇને, ગુજરાતના અરવલ્લી થી દિલ્હી સુધી શરૂ થયેલી દંડવત યાત્રાને લઇને, હવે પ્રદેશ આમ આદમી પાર્ટીને નેતાઓ આગળ આવ્યા છે… આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ, લાલજી ભગતની દંડવત યાત્રાને લઇને પ્રતિક્રિયા આપી છે,, તેમણે જણાવ્યું કે, સફાઈ કામદારોને થતાં અન્યાયને લઇને, દિલ્હી સુધી દંડવત યાત્રા શરૂ કરી છે,, તેમણે પ્રધાનમંત્રી મોદીને અપીલ કરતાં જણાવ્યું કે, કોઈપણ હિસાબે, સફાઈ કામદોરાના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવે.
તો બીજી બાજુ અરવલ્લી જિલ્લાના એકેય ધારાસભ્ય કે મંત્રી પાસે સમય જ ન હોય, તેમ જાણે અદ્રશ્ય હોય, તેમ જોવા મળી રહ્યા છે. સફાઈ કામદારોના પડતર પ્રશ્નોને વાચા આપવા દંડવત યાત્રા કરીને દિલ્હી સુધી જતાં હોય, તો કેમ કોઈ ધારાસભ્ય કે મંત્રી તેમની વાત સરકાર સુધી પહોંચાડતા નથી, તેવા પણ સવાલો છે. શું સફાઈ કામદારોના પ્રશ્નો સરકાર સુધી પોંચાડવાની જવાબદારી ધારાસભ્યો કે, મંત્રીઓને નથી ? શું તેમની વાત ગાંધનગરમાં કોઈ સાંભળતું જ નથી ?
વર્ષ 2025 ની પ્રથમ જાન્યુઆરીના રોજથી ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રમુખ, લાલજી ભગતે અરવલ્લીના માલપુરથી દંડવત યાત્રા શરૂ કરી હતી,, અંદાજે પચ્ચીસ કિલો મીટરનું અંતર કાપી, અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પહોંચી હતી, જ્યાં સમાજના આગેવાનો, તેમજ નગરજનોએ ભવ્ય આવકાર આપ્યો હતો… તેમણે જણાવ્યું કે, સફાઈકામદારોને પ્રાણ પ્રશ્નો અંગે વારંવાર સરકારને રજૂઆત કરવામાં આવી છે, જોકે હજુ સુધી, તેમની વાત સાંભળવામાં આવી નથી. તેમની માંગ છે, સફાઈ કામદારોનું શોષણ બંધ કરવામાં આવે,તેમનું વેતન સીધા બેંક ખાતામાં આવે,આ સાથે જ અનામત સહિતની વિવિધ માંગણીઓ છે.
આ પહેલા પણ લાલજી ભગત, દંડવત યાત્રા કરીને ગાંધીનગર સુધી જવા નિકળ્યા હતા, જોકે તેમને આશ્વાસન આપીને, યાત્રા રોકી દેવાઈ હતી,,, એટલું જ નહીં, આ પહેલા દિલ્હી સુધી, પદયાત્રા કરી હતી, જોકે હજુ સુધી તેમની માંગણીઓને સંતોષવામાં આવી નથી.કષ્ટ વેઠીને, શરૂ કરવામાં આવેલી દંડવત યાત્રા પર સરકાર શું ધ્યાન લે છે, તે જોવું રહ્યું.