ઈન્ડિયન એરફોર્સ દ્વારા અરવલ્લી જિલ્લામાં પ્રથમવાર ઈન્ડક્શન પબ્લિસિટી એક્ઝિબિશન કાર્યક્રમ યોજાયો હતો. મોડાસાની સર પી ટી સાયન્સ કોલેજ ખાતે યોજાયેલા એક્ઝિબિશન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ઈન્ડિયન એરફોર્સ અંગે જાણકારી આપવામાં આવી હતી. ઈન્ડિયન એર ફોર્સ એટલે કે, ભારતીય વાયુ સેનામાં ભરતી કેવી રીતે થયા છે? કેવી તકો હોય છે? કેવી રીતે આગળ વધી શકાય? તે અંગે જરૂરી જાણકારી આપવામાં આવી હતી. આ પહેલા સાયન્સના વિદ્યાર્થીઓ સાથે ભારતીય વાયુ સેના દ્વારા એક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓને ભારતીય વાયુસેનાની કામગીરીથી વાકેફ કરાયા હતા. જેથી વિદ્યાર્થીઓ ઈન્ડિયન એરફોર્સમાં જોડાવા પ્રેરિત થાય.
ઘણીવાર યુવાઓને ઈન્ડિયન એરફોર્સ, નેવી સહિતના આર્મફોર્માં જોડાવા અંગે જાણકારી હોતી નથી, જેથી એક એક્ઝિબિશન વ્હીકલ સાથે ઈન્ડિયન એરપોર્સ દ્વારા નવતર અભિગમ થકી, વિદ્યાર્થીઓ સાથે ખાસ ઈન્ટરેક્શન કાર્યક્રમ યોજ્યો હતો. એક્ઝિબિશન વ્હીકલમાં ફાઈટર જેટમાં પાયલોટ કેવી તૈયારી સાથે જાય છે,તે અંગે પણ માહિતી પુરી પાડવામાં આવી હતી.
છેવાડાના વિદ્યાર્થીઓ હજુ, એન.ડી.એ., જેવી પરીક્ષાઓથી ઘણાં દૂર છે, આ વચ્ચે ઈન્ડિયન એરફોર્સ દ્વારા જે કામગીરી કરવામાં આવી અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેનાથી વિદ્યાર્થીઓમાં નવી આશાઓ બંધાશે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઈન્ડિયન એર ફોર્સ. નેવી, ઈન્ડિયન આર્મી જેવી વિવિધ આર્મ ફોર્સમાં જોડાય, તેવા પ્રયાસો કરવામાં આવ્યા.