31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

દેશી પિસ્તોલ સાથે રાખી ચોરી-લૂંટની ઘટનાને અંજામ આપે તે પહેલા અરવલ્લી LCB એ 4 કારતુસ સાથે ઝડપ્યો


અંકિત યૌહાણ/જય અમીન

ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપવા આરોપીઓ ગમે તે હદ વટાવી શકે છે. ચોરી, લૂંટ, સહિતની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે. પણ હવે આધુનિક અને સરળતાથી કોઈ ઘટનાને અંજામ આપવા, આવા તત્વો તિક્ષ્ણ અને જીવલેણ હથિયારો સાથે રાખતા થઈ ગયા છે. આવી જ એક ઘટનાને અંજામ આપતા પહેલા એક આરોપીને અરવલ્લી જિલ્લા એલ.સી.બી. ટીમે, દેશી હાથ બનાવટી પિસ્તોલ અને 4 નંગ જીવતા કારતુસ સાથે ચોરી કરેલ મોટર સાયકલ સાથે ઝડપી પાડ્યો છે.

અરવલ્લી જિલ્લામાં લૂંટ અને ચોરી કરતા તત્વો પાસે હવે પિસ્તોલ
ઘટનાને અંજામ આપે તે પહેલા અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને સફળતા
રાત્રીના સમયે અજાણી વ્યક્તિથી સાવધાન રહી સતર્કતા દાખવવી જરૂરી

અરવલ્લી જિલ્લા પોલિસ વડા શૈફાલી બારવાલની સૂચનાથી ચોરી, લૂંટ, હત્યા તેમજ ફરાર આરોપીઓને પકડવા માટે વિશેષ સૂચના લોકલ ક્રાઈમ બ્રાન્ચને આપી હતી. જે અનુસંધાને અરવલ્લી જિલ્લા લોકલક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. એચ.પી.ગરાસીયાના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ સમય દરમિયાન શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સબંધી બનતા ગુન્હાઓ લગતા આરોપીઓને પકડવા જઈ રહ્યા હતા. આ સમય દરમિયાન ભિલોડા-શામળાજી રોડ ઉપર ગુણીયાકુવા ગામે જતાં ચોક્કસ બાતમી મળી હતી કે, ભિલોડા પોલિસ સ્ટેશનના ગુ.ર.નં. 373/2022, ઇ.પી.કો. ક. 457,380 ના કામે આરોપી રાહુલ શાંન્તીલાલ ખરાડી રહે, ધંધાસણ તા.ભિલોડા જી.અરવલ્લી ફરાર છે, જેણે જીલ્લામાં ઘણા ઘરફોડ ચોરી સહિતના ગુનાઓને અંજામ આપ્યો છે. આરોપી એક નંબર પ્લેટ વગરની કાળા કલરની સ્પ્લેન્ડર મોટર સાયકલ લઈને ધંધાસણ થી શામળાજી આવવાનો છે.

અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે શામળાજી આશ્રમ થી આગળ ભિલોડા જતાં વોચ ગોઠવી હતી. પોલિસ આરોપીની વોચ માં હતી, તે સમય દરમિયાન નંબર વગરનુ સ્પ્લેન્ડર બાઈક રાહુલ શાંન્તી લાલ ખરાડી ઉ.વ.૨૫ રહે.ધંધાસણ તા.ભિલોડા જી.અરવલ્લી આવતા, તેની તપાસ કરતા, તેની પાસેથી પિસ્તોલ મળી આવી હતી.

આરોપીએ પેન્ટના પાછળ અંદર ના ભાગે સંતાડી રાખેલ એક દેશી હાથ બનાવટની પિસ્તોલ નંગ-૧ તથા જેકેટના ખિસ્સામાં રાખેલ એક પ્લાસ્ટીક ની થેલી માં મુકેલ જીવતા કારતુસ નંગ-૪ મળી આવ્યા હતા. ગેરકાયદેસર રીતે દેશી પિસ્તોલ સાથે 4 જીવતા કારતૂસ લઈ જતાં પોલિસ પણ દંગ રહી ગઈ અને પોલિસે આરોપીને પૂછપરછ કરતા, પિસ્તોલ પોતાના મિત્ર વિજયકુમાર ઉર્ફે ચંદન રામસુર પાસવાન મુળ રહે. મંચગાના નદયા તા.પ્રતાપુર જી.ચતરા (ઝારખંડ) હાલ રહે.ભિલુરાણા કચ્છી વસ્તી તા.જી.ઉદેપુર (રાજસ્થાન) પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું.

અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા પૂછપરછમાં ઘટસ્ફોટ થયો કે, આરોપી દેશી પિસ્તોલ ચોરી, લૂંટ જેવી ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે હથિયાર તરીકે ઉપયોગમાં લેતો હતો. આ સાથે જ મોટર સાયકલ બાબતે પૂછપરછ કરતા, તે પણ ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું.
પકડાયેલ આરોપી:-
(1)રાહુલ શાંન્તીલાલ ખરાડી ઉ.વ.૨૫ રહે.ધંધાસણ તા.ભિલોડા જી.અરવલ્લી
વોન્ટેડ આરોપી:-
(1) વિજયકુમાર ઉર્ફે ચંદન રામસુર પાસવાન મુળ રહે.મંચગાના, નદયા તા.પ્રતાપુર જી.ચતરા (ઝારખંડ) હાલ રહે.ભિલુરાણા, કચ્છી વસ્તી તા.જી.ઉદેપુર (રાજસ્થાન)
આરોપી પાસેથી રીકવર કરેલ મુદ્દામાલ :-
(1) દેશી હાથ બનાવટની પિસ્તોલ નંગ-1 કિ.રૂ.20,000/-
(2) જીવતા કારતુસ નંગ-4 કિ.રૂ.400/-
(૩) નંબર વગરનુ હીરો સ્પ્લેન્ડર મો.સ. કિ.રૂ.40,000/-


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!