39 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત અરવલ્લી : કૂલ કિડઝ ઈંગ્લીશ મિડિયમ સ્કૂલ ખાતે ગણતંત્ર દિનની ઉત્સાહભરી ઉજવણી

અરવલ્લી : કૂલ કિડઝ ઈંગ્લીશ મિડિયમ સ્કૂલ ખાતે ગણતંત્ર દિનની ઉત્સાહભરી ઉજવણી

0
41

કૂલ કિડઝ ઈંગ્લીશ મિડિયમ સ્કૂલ, રાણાસૈયદ મોડાસા ખાતે 76 મો ગણતંત્ર દિવસ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો. આ ખાસ પ્રસંગે વિદ્યાર્થીઓ, શિક્ષક-શિક્ષિકાઓ અને ખાસ આમંત્રણ પ્રાપ્ત મહેમાનો. ઉપસ્થિત રહયા હતા

પ્રારંભમાં પ્રિન્સિપલ શબાના બેન પહોચીયા એ આ કાર્યક્રમની ઉજવણી વિશે સંક્ષિપ્ત પરિચય આપતા કહ્યું કે, “આપણા દેશમાં આઝાદી પછી સંવિધાનની રચના 1950 માં કરવામાં આવી અને ગણતંત્ર દિનની ઉજવણી લોકોને સંવિધાનનું મહત્વ સમજવવાનો એક રાષ્ટ્રીય તહેવાર છે . જે આપણને એકતા , પૌરાણિક સંસ્કૃતિ અને મજબૂત આરંભ માટે પ્રેરણા આપે છે.” તેઓએ વિદ્યાર્થીઓને દેશની ગુણવત્તાયુક્ત પરંપરાઓ અને ભવિષ્યની દિશામાં સંકલ્પ સાથે આગળ વધવા માટે પ્રેરણા આપી.

આ ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે મોડાસા માં જાણીતા અને પ્રતિભાશાળી સામાજિક કાર્યકર બાબૂભાઈ ઝાઝ ઉપસ્થિત રહ્યા. તેમની વાતોથી ઊંડી પ્રેરણા મળી. તેમણે જણાવ્યું કે “જેમ આપણે દેશની આઝાદી અને પરિપૂર્ણ સંવિધાનની ઉજવણી કરીએ છીએ, તેમ આપણે સૌ એકદમ નવા વિચારો અને આત્મવિશ્વાસ સાથે પોતાના કૌશલ્ય અને અભિગમને વધુ મજબૂત બનાવવું જોઈએ.”

આ પ્રસંગે પત્રકાર અલ્પેશ રાઠોડ અને હિમાંશુ વ્યાસ પણ ઉપસ્થિત રહ્યા. બંને અતિથિઓએ પોતાના વિચારોની સાથે આ દિવસે આપણા દેશના વિકાસ, એકતા અને ભવિષ્યમાં આપણી જવાબદારી અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેઓએ વિદ્યાર્થીઓને પૉઝિવીટી અને શ્રેષ્ઠતા તરફ પ્રેરિત થવા માટે મહત્વપૂર્ણ સંદેશો આપ્યા.

સ્કૂલ પ્રમુખ સરફરાઝ અબ્દુલ હમીદ ટીંટોઇયા એ જણાવ્યું કે એ કાર્યક્રમમાં સંવિધાનના મહત્વને સ્પષ્ટ કરતા કહ્યું, “આજે આપણે દેશના સંવિધાનને માન્યતા આપીએ છીએ, જેના દ્રષ્ટિકોણથી એક અદ્વિતીય સમાજ સ્થાપિત થયો છે. આ સંવિધાનને રચનાર આદરણિય ડૉ. ભીમરાવ અંબેડકર સહિત દરેક સ્થાપકોએ દેશના હર એક નાગરિકને સમાન અધિકાર અને એના જીવન માટે નિશ્ચિત ન્યાય પુરાવા આપવા માટે શ્રેષ્ઠ કાર્ય કર્યું.”
તેમણે વધુમાં કહ્યું, “સંવિધાન માત્ર કાયદાની એક પુસ્તક નથી, પરંતુ એ આપણા દેશની મજબૂત અને વિવિધતા ભરી ઓળખ છે. તેમજ, દરેક નાગરિકને તેની ફરજેય બજાવવી પડશે, જે સંવિધાનમાં નિર્ધારિત છે.”નાગરિકોની ફરજઓ અંગે પણ આલોકિત ચર્ચા કરી. તેમણે જણાવ્યું કે, “આજે આપણે જે દેશપ્રેમ શાંતિ, અને વિકાસના અમૂલ્ય ઘટકો જોઈ રહ્યા છીએ, તે બધા આઝાદીના સમય દરમિયાન દેશના નાગરિકોના યોગ્ય અને જવાબદાર વર્તનથી જ શક્ય બન્યા છે.” તેમણે વિદ્યાર્થીઓને આ દૃષ્ટિથી નાગરિક તરીકે પોતાના હક અને ફરજોને સમજવાની અને તેમને અમલમાં લાવવાની પ્રેરણા આપી.

સેક્રેટરી અરિફભાઈ મેઘરેજી એ આ વાતને આગળ વધારતા જણાવ્યું કે “હવે આપણે દેશની સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે મળીને, નવી પેઢીનો સંવર્ધન અને નવી તકનીકીના વિશ્વમાં ભારતને એક નેતૃત્વ દેવાની જરૂર છે.”

વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ યોજાઈ, જેમાં નૃત્ય, ગીત, ભાષણ અને નાટક જેવા વિવિધ કલાકૃતિઓ જોવા મળી. દરેક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ મનમોહક રીતે પોતાની ટેકનિક અને અભિનય કલા પ્રદર્શિત કરી, જે દર્શકો માટે એક અનમોલ અનુભવ હતો.

આ કાર્યક્રમનું સંચાલન અદનાન સર દ્વારા કરવામાં આવ્યું. તેમણે વિધિનું શૈલીથી સંચાલન કર્યું અંતે, સ્કૂલના તમામ મહેમાનોએ વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને શ્રેષ્ઠ પ્રદર્શન માટે અભિનંદન આપ્યા. આ દિવસને એક યાદગાર અને પ્રેરણાદાયી બનાવવામાં મુખ્ય ભૂમિકા સ્કૂલના શિક્ષક-શિક્ષિકાઓ અને વિદ્યાર્થીઓએ ભજવી હતી. કૂલ કિડઝ ઈંગ્લીશ મિડિયમ સ્કૂલના ગણતંત્ર દિનના આ અવસર પર, દરેકનો ઉત્સાહ, સમર્પણ અને દેશપ્રેમનું દ્રષ્ટિકોણ સ્પષ્ટ રીતે જોવા મળ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!