39 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે ૧૫મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ

અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે ૧૫મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ

0
67

જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર પ્રશસ્તિ પરીકની અધ્યક્ષતામાં ૧૫ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી મહાલક્ષ્મી ટાઉન હોલ, મોડાસામાં કરવામાં આવી હતી. ૧૫ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની થીમ “મતદાનથી વિશેષ કંઈ નહીં, હું અવશ્ય મતદાન કરીશ” પર ઉજવણી કરવામાં આવી હતી.

જિલ્લા કલેકટર એ રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું કે, લોકશાહીમાં આપણને ઉપલબ્ધ થયેલાં અમૂલ્ય એવાં મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને જીવંત રાખવી જરૂરી છે. આ અવસરે તેમણે જણાવ્યું કે, જિલ્લામાં મતદાનપાત્ર લોકોની નોંધણી માટે ઝૂંબેશરૂપે કાર્ય કરીને જિલ્લામાં અનેક નવાં યુવા મતદારોની નોંધણી કરવામાં આવી છે. 18 વર્ષના યુવા મતદારથી માંડીને 105 વર્ષના સુમરી બા એ મતદાન કરવા માટે જિલ્લામાં ઉમળકો દર્શાવ્યો હતો.

સુદ્રઢ લોકશાહી માટે જાગૃત મતદાતા જરૂરી છે ત્યારે જિલ્લામાં મતપાત્ર તમામ વયજૂથના લોકોને ઓળખી તેમના ઘરે, કોલેજ પર તેમજ ઔદ્યોગિક વિસ્તાર હોય મતપાત્ર મતદાતા ત્યાં હોય ત્યાં જઇને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે.

કલેકટર એ જે મતદારોના નામ પ્રથમ મતદાર યાદીમાં પ્રસિદ્ધ થયા છે એવા યુવા મતદારોને શુભેચ્છા પાઠવી જવાબદાર નાગરિક તરીકે ભારતની લોકશાહી પ્રક્રિયાને મજબૂત બનાવવા માટે પોતાનો સહયોગ આપવા જણાવ્યું હતું. તેમજ નવા નોંધાયેલા યુવા મતદારોને નવા ચુંટણી કાર્ડ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા.

કલેક્ટર એ ચૂંટણીની કામગીરીમાં જોડાયેલાં અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓની કામગીરીને પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવી હતી.આ તકે રાષ્ટ્રિય મતદાતા દિવસ અંતર્ગત “મેં ભારત હું” ગીત સાથેની વિડિયો ફિલ્મ દર્શાવવામાં આવી હતી.

આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર આર. એન. કુચારા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિશાલ પટેલ અને વિવિધ શાળા તથા કોલેજોના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!