ગોધરા,
પંચમહાલના શહેરા ખાતે આયોજીત જીલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ધામધુમથી ઉજવણી કરવામા આવી હતી. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષના હસ્તે પંચમહાલ પોલીસના કોન્સ્ટેબલ રાકેશ કુમાર ડાહ્યાભાઈને બે નાગરિકોના જીવ બચાવીને પ્રંશસનીય કામગીરી કરવા બદલ સન્માનપત્ર આપીને સન્માનિત કરવામા આવ્યા હતા. તેઓ હાલ ગોધરા શહેર એડીવીઝન પોલીસ મથકમા ફરજ બજાવી રહ્યા છે.
પંચમહાલ જીલ્લાના શહેરાના કેશવ ગ્રાઉન્ડ ખાતે 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ધામધુમથી કરવામા આવી હતી.પંચમહાલ જીલ્લામા વિવિધ ક્ષેત્રમા શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મચારીઓને પણ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સન્માનપત્ર આપીને સન્માનિત કરવામા આવ્યા હતા. પંચમહાલ પોલીસ વિભાગના બાહોશ પોલીસ કર્મચારીને પણ સન્માનિત કરવામા આવ્યા હતા. ગોધરા શહેર એ ડીવીઝન પોલીસ મથકમા ફરજ બજાવતા રાકેશ કુમાર ડાહ્યાભાઈ ને વરધી મળી હતી કે ક કાસુડી ગામે જંસવંતભાઈ નામના ઈસમ ધારિયા વડે અન્ય બે ઈસમો પર હુમલો કરીને ઈજા કરી છે.તેઓ તરત સ્થળ પર પહોચીને આરોપીને અટકાવાનો પ્રયત્ન કર્યો હતો. પણ આરોપીએ રાકેશ કુમારને પણ ધારિયુ મારી દીધુ હતુ. અને હાથના ભાગ ગંભીર ઈજા પહોચાડી હતી. ઈજાગ્રસ્ત હોવા છતા પોતાના જીવની પરવા કર્યા વગર આરોપીને દબોચી લઈને અન્ય બે લોકોના જીવ બચાવ્યા હતા.આમ પ્રંશસનીય કામગીરી કરવા બદલ શહેરા ના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના હસ્તે તેમને સન્માનપત્ર આપીને સન્માનિત કરવામા આવ્યા હતા.પંચમહાલ પોલીસના અધિકારીઓ,કર્મચારીઓ દ્વારા તેમને શુભેચ્છા પાઠવામા આવી હતી.





