ગુજરાત રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્રારા આયોજીત અને જિલ્લા રમતગમત અધિકારી, અરવલ્લી દ્રારા સંચાલીત દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે. ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનું આયોજન અલગ અલગ ૪ કેટેગરી વાઇઝ જુદી જુદી તારીખો દરમિયાન કરવામાં આવશે.
અરવલ્લી જિલ્લામાં દિવ્યાંગ ખેલાડીઓ માટે જિલ્લાકક્ષાની વિવિધ સ્પર્ધાનું આયોજન સ્પે. ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત કરવામાં આવનર છે. જેમાં ૧. માનસીક ક્ષતિગ્રસ્ત કેટેગરી માટે એથ્લેટીક્સ સ્પર્ધા તા. ૦૯/૦૨/૨૦૨૫ સવારે ૭ કલાકે જે.બી.શાહ ઇંગલીશ મીડીયમ સ્કુલ, મોડાસા (સંપર્ક નંબર ચિમનભાઈ ડોડિયા – ૯૯૯૮૦૯૭૬૮૭) ખાતે કરવામાં આવશે. ૨. અંધજનો માટે ચેસ અને એથ્લેટીક્સ સ્પર્ધા તા.૧૧/૦૨/૨૦૨૫ સવારે ૭ કલાકે જે.બી.શાહ ઇંગલીશ મીડીયમ સ્કુલ, મોડાસા (સંપર્ક નંબર બાબુભાઈ પ્રજાપતિ – ૯૪૨૮૯૬૩૦૪૮) ખાતે કરવામાં આવશે. ૩. ડેફ કેટેગરીની એથ્લેટીક્સ સ્પર્ધા તા. ૧૫/૦૨/૨૦૨૫ સવારે ૭ કલાકે જે.બી.શાહ ઇંગલીશ મીડીયમ સ્કુલ, મોડાસા (સંપર્ક નંબર રામજીભાઈ – ૯૬૩૮૩૪૫૧૫૧) ખાતે કરવામાં આવશે. અને ૪. શારિરીક ક્ષતિગ્રસ્ત કેટેગરીની એથ્લેટીક્સ સ્પર્ધા તા. ૧૬/૦૨/૨૦૨૫ સવારે ૭ કલાકે જે.બી.શાહ ઇંગલીશ મીડીયમ સ્કુલ, મોડાસામાં, ક્રિકેટ સ્પર્ધા તા. ૧૮/૦૨/૨૦૨૫ સવારે ૭ કલાકે બુટાલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં, વોલીબોલ (શિટીંગ ગૃપ) સ્પર્ધા તા. ૨૦/૦૨/૨૦૨૫ સવારે ૭ કલાકે કે. એન.શાહ હાઇસ્કુલ, મોડાસા (સંપર્ક નંબર વિનોદભાઈ પટેલ -૯૮૭૯૫૯૦૫૯૫) ખાતે યોજવામાં આવશે, તેમ પ્રકાશ કલાસવા, જીલ્લા રમતગમત અધિકારી, અરવલ્લી દ્રારા જણાવવામાં આવ્યું છે