અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં પ્લેન અને હેલિકોપ્ટર વચ્ચે ટક્કર થવાના સમાચાર છે. કહેવામાં આવી રહ્યું છે કે વિમાનમાં લગભગ 60 મુસાફરો સવાર હતા. તે અમેરિકન એરલાઇન્સનું વિમાન હતું જે હેલિકોપ્ટર સાથે અથડાયા બાદ વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ નજીક પોટોમેક નદીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે અમેરિકન એરલાઇન્સનું પ્રાદેશિક પેસેન્જર પ્લેન રીગન વોશિંગ્ટન નેશનલ એરપોર્ટ નજીક યુએસ સૈન્ય બ્લેક હોક હેલિકોપ્ટર સાથે મધ્ય-હવામાં અથડાયું હતું. ઘણા મુસાફરોના મોતના અહેવાલો છે, જોકે કેટલા મુસાફરોએ જીવ ગુમાવ્યા છે તેની પુષ્ટિ થઈ નથી.
વોશિંગ્ટન ડીસી પોલીસ વિભાગે જણાવ્યું કે પ્લેન ક્રેશ થયા બાદ પોટોમેક નદીમાં શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે. કેન્સાસથી રિપબ્લિકન યુએસ સેનેટર જેરી મોરેને પોસ્ટ કર્યું કે તેમને માહિતી મળી છે કે કેન્સાસથી આવી રહેલું વિમાન એરપોર્ટ પર ક્રેશ થયું છે.