30 C
Ahmedabad
Sunday, February 16, 2025

PM મોદી : Budget 2025 ,આ બજેટ મધ્યમવર્ગના ખિસ્સા ભરનારું, લોકોના સપના પૂરા કરશે


કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે બજેટ 2025 રજૂ કર્યું હતું. આ દરમિયાન તેમણે વિવિધ ક્ષેત્રો માટે ઘણી જાહેરાતો કરી હતી. ઉપરાંત, આ બજેટમાં મધ્યમ વર્ગને મોટી રાહત આપવામાં આવી છે. 12 લાખ રૂપિયા સુધીનો ટેક્સ હટાવી દેવામાં આવ્યો છે. ત્યારે બજેટ અંગે વડપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ‘બજેટ 2025 બચત, રોકાણ, વૃદ્ધિ અને વપરાશમાં વધારો કરશે. જનતાના આ બજેટ માટે હું નાણાંમંત્રી નિર્મલા સીતારમણ અને તેમની આખી ટીમને અભિનંદન આપું છું. સામાન્ય રીતે બજેટનું ધ્યાન સરકારી તિજોરી કેવી રીતે ભરવામાં આવશે તેના પર હોય છે. પરંતુ આ બજેટ તેનાથી બિલકુલ વિપરીત છે. બજેટ દેશના નાગરિકોના ખિસ્સા કેવી રીતે ભરશે અને તેમની બચત કેવી રીતે વધશે તેના પર ભાર મૂકાયો છે.’

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!