32.8 C
Gujarat
Wednesday, August 5, 2026
Home Politics & Current Affairs પંચમહાલ: શહેરાની મંગલિયાણા તાલુકા પંચાયત બેઠકની પેટાચુટણી માટે ભાજપ,કોંગ્રેસ,આપના ઉમેદવારોએ ઉમેદવારી નોધાવી

પંચમહાલ: શહેરાની મંગલિયાણા તાલુકા પંચાયત બેઠકની પેટાચુટણી માટે ભાજપ,કોંગ્રેસ,આપના ઉમેદવારોએ ઉમેદવારી નોધાવી

0
110

શહેરા,
પંચમહાલ જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચુટણીઓનો ધમધમાટ શરુ થયો છે. પંચમહાલમાં તાલુકા પંચાયતની પેટાચુટણીઓ પણ યોજાઈ રહી છે. ત્યારે શહેરાની મંગલિયાણા બેઠકની પેટાચુટણીને લઈને ભાજપ દ્વારા પણ નામ જાહેર કરી દેવામા આવતા ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી શરુ કરવામા આવી હતી. ભાજપના ઉમેદવારા તરીકે દેવેન્દ્ર કુમાર વિજયભાઈ પગીને નામ જાહેર કરવામા આવ્યુ છે. ત્યારે આજે તેમણે મામલતદાર કચેરી ખાતે ભાજપના અગ્રણીઓ અને સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ. અને ચુટણી અધિકારીને ફોર્મ સુપરત કર્યુ હતુ.

જેમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીગ્નેશભાઈ પાઠક,પૂર્વ શહેરા તાલુકા પ્રમુખ મગનભાઇ પટેલીયા,શહેરા તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય ડો.કિરણસિંહ બારીઆ,તથા જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત સદસ્યો,સરપંચો,તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.ભાજપે પણ આ બેઠક પર પોતાની જીતનો દાવો કર્યો છે.

શહેરાની મંગલિયાણા તાલુકા પંચાયત બેઠક માટે અરંવિદસિંહ ભારતસિંહ બારિયા, દેવેન્દ્રકુમાર વિજયસિંહ પગી,બંળવંતસિંહ રાયજીભાઈ પગી, રાહુલભાઈ ગણપતભાઈ એમ ચાર ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોધાવી છે.ભારતીય જનતા પાર્ટી સહિત કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા પર દાવેદારી નોધાવી છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા પણ ફોર્મ ભરવામા આવ્યા હતા અને સમર્થકો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!