એપલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ટીમ કૂક દ્વારા કહેવામાં આવ્યું છે કે એપલ ઇન્ટેલિજન્સને ભારતમાં એપ્રિલમાં રિલીઝ કરવામાં આવશે. એપલ ઇન્ટેલિજન્સની ડિમાન્ડને કારણે આઇફોન 16નું વેચાણ ખૂબ જ વધી ગયુ છે. આઇફોન 15ની સરખામણીમાં લેટેસ્ટ મોડલને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે.
એપલ ઇન્ટેલિજન્સ હાલમાં ફક્ત અમેરિકન ઇંગ્લિશમાં
એપલ દ્વારા એપલ ઇન્ટેલિજન્સને રિલીઝ તો કરવામાં આવ્યું છે, પરંતુ એ હાલમાં ફક્ત અમેરિકન ઇંગ્લિશમાં છે. આ ભાષાને પસંદ કરવામાં આવે તો એ ભારતમાં પણ ચાલે છે. જોકે અમેરિકન ઇંગ્લિશ અને ભારતીય ઇંગ્લિશમાં થોડો ફરક છે. બોલવાની રીતમાં પણ થોડો ફરક છે. આથી ભારતીય યુઝરને યોગ્ય એવૉ સરસ રીતે પર્ફોર્મન્સ નથી મળી રહ્યું.
એપલ ઇન્ટેલિજન્સની પ્રોડક્ટ પર અસર
એપલ દ્વારા તેની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને આઇપેડ અને મેકબૂકમાં પણ શામેલ કરવામાં આવી છે. આથી એપલના આઇપેડ અને મેકબૂકના વેચાણમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જોકે આઇફોનના વેચાણમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. સારી વાત એ છે કે ઘણા જૂના આઇફોન યૂઝર્સ છે જેમણે આ ડિવાઇઝને અપગ્રેડ કરી છે. ઘણા યૂઝર્સ એપલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવા માટે આઇફોન 15 પ્રો મોડલ્સની જગ્યાએ એપલ 16 મોડલ્સનો ઉપયોગ કરવાનું પસંદ કરી રહ્યાં છે.
એપલે હાલમાં જ 18.3 રિલીઝ કરી છે અને હવે બહુ જલદી 18.4 રિલીઝ કરશે. 18.4માં એપલ દ્વારા સિરીને વધુ ઇન્ટેલિજન્ટ બનાવવામાં આવશે, તેમજ કોન્ટેક્સટ અવેરનેસ અને પર્સનલાઇઝ્ડ ફીચર્સ પણ શામેલ કરવામાં આવશે. અત્યારે જેટલા એપલ ઇન્ટેલિજન્સના ફીચર્સ છે, એ દરેકમાં પણ નોંધપાત્ર સુધારો કરવામાં આવશે. જેટલી સમસ્યાઓ યૂઝર્સને આવી રહી છે, એ દરેકને દૂર કરવામાં આવશે. ઇમેલ, મેસેજિસ, ફોટોઝ અને કેલેન્ડરમાં પણ શું છે, તે એક્સેસ કરીને યૂઝરને વધુ માહિતી અને સર્વિસ પૂરી પાડવામાં મદદ કરશે.