અરવલ્લી જિલ્લામાં ગેરકાયદે ગાયો તસ્કરી તેમજ ગૌમાસની હેરાફેરી સતત થતી રહે છે, ત્યારે અરવલ્લી જિલ્લા આંંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા પોલિસ વડાને રજૂઆત બાદ મોડાસા ટાઉન પોલિસની ટીમે કાર્યવાહી કરી, ત્રીસ થી વધારે ગાયોને બચાવી લીધી છે. મોડાસા ટાઉન પોલિસ, એલ.સી.બી. સહિત ની ટીમ દ્વારા મોડાસા ના રાણા સૈયદ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું, જ્યાંથી પોલિસે 30 થી વધારે ગાયોને બચાવી લીધી હતી.
થોડા દિવસ પહેલા અરવલ્લી જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા અરવલ્લી જિલ્લા કલેક્ટર અને પોલિસ વડાને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આવેદન પત્રમાં જમાવ્યું કે, કે, અરવલ્લી જિલ્લામાં ગાયોની તસ્કરી થઈ રહી છે, એટલું જ નહીં ગૌમાસની પણ હેરાફેરી થઈ રહી છે. પોલિસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે રેલી યોજી હતી અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદન આગેવાનો તેમજ ગૌરક્ષકોની રજૂઆત બાદ પોલિસે કાર્યવાહી કરીને, મોટી સંખ્યામાં ગાયોને બચાવી લીધી હતી.
સૌકોઈ જાણે છે કે, રાણા સૈયદ સહિતના વિસ્તારોમાં આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલે છે, દરવખતે પોલિસ આવી કાર્યવાહી કરતી જ હોય છે, જોકે કોઈ સંગઠન પોલિસ વડાને રજૂઆત કરે ત્યારે જ કેમ કાર્યવાહી થાય છે તે સવાલ છે.