ગોધરા
પંચમહાલના ગોધરા શહેરમા રહેતા કોમલબેન ઠાકર તેમની માતાને પ્રયાગરાજ ખાતે કુભમેળામા તેમજ અન્ય ધાર્મિક સ્થાનો પર દર્શન કરાવીને પરત ટ્રેનમા વડોદરા ફર્યા હતા અને ત્યાથી ગોધરા પરત ઈકોવાનમા પરત આવતા તેમનુ રસ્તામા મૃત્યુ થયુ હતુ. મૃત્યુ પામનારા માતાની ઈચ્છા હતી કે તે કુંભમેળામા સ્નાન કરે આથી તેમની દિકરીએ તેમને પ્રયાગરાજ સહિતના ધામોની યાત્રા કરાવી હતી. પ્રયાગરાજ કુભમેળામા સ્નાન કરીને પરત ઘરે પરત ફરતી લખતે રસ્તામા મૃત્યુ પામવાનો કદાચ આ પહેલો કિસ્સો હશે.
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમા હાલમા મહાકુભ મેળો ચાલી રહ્યો છે. ગુજરાત સહિત દેશભરમાથી શ્રધ્ધાળુઓ કુંભમેળામા જઈ ડુબકી લગાવા જઈ રહ્યા છે. પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમા રહેતા કોમલબેન ઠાકર તેમના 76 વર્ષીય માતા હંસાબેન ઠાકર ને કુંભમેળામા દર્શન કરાવાનુ નક્કી કર્યુ હતુ. તેઓ અન્ય શ્રધ્ધાળુઓ સાથે ગોધરાથી પ્રયાગરાજ ગયા હતા અને તેમને ત્યા માતાની સાથે ત્રિવેણીસંગમમા ડુબકી ડુબકી લગાવી હતી. તેઓ અન્ય સ્થળો અયોધ્યા,છૈપેયા,કાશી સહિતના ધાર્મિક સ્થાનો પર પણ ફર્યા હતા.અને દર્શન કર્યા હતા.ત્યારબાદ ટ્રેનમા પરત ગોધરા આવી રહ્યા હતા. વડોદરા ખાતે ટ્રેનમા ઉતરીને ગોધરા આવવા તેઓ ઈકોવાનમા બેઠા હતા ,તે સમયે અચાનક હંસાબેનનુ અવસાન થઈ ગયુ હતુ. અચાનક તેમના અવસાનથી તેમના પરિવારજનોમા પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો. માતા હંસાબેનની ઈચ્છા હતી કે કુભમેળાની જાત્રા કરે. તેમની પુત્રી એ શ્રવણની માફક બીડુ ઉપાડ્યુ અને માતાને દર્શન કરાવ્યા હતા. માતા ઘરે પરત તો ન ફર્યા પણ અંનંતયાત્રાએ નીકળી ગયા. દીકરી એ મુખાગ્ની આપ્યો હતો.