શહેરા
વંસત પંચમીનો દિવસ લગ્ન મુર્હુત માટેનો ઉત્તમ દિવસ ગણવામા આવે છે. શહેરા શિવ લહેરી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમુહ લગ્નનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા બે દંપતીઓએ પ્રભુતામા પગલા પાડ્યા હતા. અને નવદંપતીઓને આર્શિવાદ આપીને દામ્પત્યજીવનની શુભકામના પાઠવી હતી. શિવલહેરી પરિવારના સભ્યો તેમજ અધિકારીઓ સહિત જાહેર જનતા પણ ઉપસ્થિત રહી હતી .
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ઝોઝ મુકામે શિવલહેરી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બીજા સમુહ લગ્નનુ ધામધુમથી આયોજન કરવામા આવ્યુ હતુ.આજની વધતી જતી મોઘવારી વચ્ચે માતાપિતાઓએ પોતાના સંતાનો માટે લગ્નપ્રંસગ ઉજવા ખુબ જ ખર્ચાળ થઈ પડ્યા છે.ત્યારે સમુહ લગ્નો આર્શિવાદ રુપ સાબિત થઈ રહ્યા છે. શહેરા શિવલહેરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમુહ લગ્નની શરુઆત ગત વરસથી કરવામા આવી હતી. આ વર્ષે પણ સમુહ લગ્નનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા બે નંવદંપતીઓએ પ્રભુતામા પગલા પાડ્યા હતા.