33.9 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત પંચમહાલ: પોપટપુરા ખાતે ખોડીયાર મંદિર પોલેન્ડના ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકર ડેવિડે ભાવિકોની વચ્ચે...

પંચમહાલ: પોપટપુરા ખાતે ખોડીયાર મંદિર પોલેન્ડના ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકર ડેવિડે ભાવિકોની વચ્ચે જઈ ખોડીયાર માતાજીની જયજય કાર બોલાવી

0
148

ગોધરા

પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના પોપટપુરા ગામે આવેલા ખોડીયાર મંદિર ખાતે 37મા પાટોત્સવની ભવ્ય ઉજવણી થઈ હતી.ખોડીયાર જંયતિ હોવાથી ભાવિકોનુ પણ ઘોડાપુરા ઉમટ્યુ હતુ. પોપટપુરાના આ પાર્ટોત્સવમાં ચાર વિદેશી મહેમાનોએ ભાવિકો માટે આકર્ષણનુ કેન્દ્ર બન્યા હતા. પોલેન્ડના ડેવિડ ભારતના પ્રવાસે છે. તેમની સાથે તેમના સભ્યોની ટીમ છે તેઓ ડોક્યુમેન્ટરી બનાવે છે. ડેવિડ સહિતની ટીમ તેમની સાથે પંચમહાલના પોપટપુરા પાસેથી પસાર થઈ રહ્યા હતા.ત્યારે તેમને મંદિર પાસે આટલી સંખ્યામા લોકો જોઈને ઉત્સુકતા જાગી ત્યારબાદ તેઓ તેમની ગાડી ઉભી રાખીને મંદિર તેમજ મેળાની મુલાકાત લીધી અને તેમને ડોક્યુમેન્ટરીના ભાગરુપે પોપટપુરા ખોડીયાર મંદિર તેમજ હવન પરિસર, ખાતે શુંટીગ કર્યુ. સાથે તેમને ખોડીયાર માતાજીનો પણ જયજયકાર બોલાવ્યો હતો. ભારતના લોકો શ્રધ્ધા-સાથે પોતાના ભગવાનને પુજે છે તે જાણીને તેઓ ભારે અભિભુત થયા હતા.ત્યારબાદ તેઓ મેળામા પણ ફર્યા હતા અને દૃશ્યો કેમેરામાં કેદ કર્યા હતા. તેઓ કંકુ કેસરમાને પણ મળીને હાથ જોડી નમન કર્યા હતા. તેમને ભંડારાની પણ મુલાકાત લીધી હતી. ભારતીય સંસ્કૃતિની ધાર્મિક પંરપરા જોઈ તેઓ પણ ખાસા પ્રભાવિત થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!