37.9 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines બે દિવસ પહેલા પ્રયાગરાજ કુંભથી Live કર્યું, ઘરે પરત ફરતા હાર્ટ એટેક...

બે દિવસ પહેલા પ્રયાગરાજ કુંભથી Live કર્યું, ઘરે પરત ફરતા હાર્ટ એટેક થી મોત

0
135

ફરી એકવાર અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બે વેપારીઓના હાર્ટ એટેકથી મોત નીપજ્યાની ઘટના બની હતી જેની અંદર મોડાસા શહેરની કલ્પતરુ સોસાયટીમાં રહેતાં 51 વર્ષે અતુલકુમાર ભાવસારનુ હાર્ટ એટેક થી મોત થયું હતું અતુલભાઈ ભાવસાર ગતરોજ મહાકુંભની યાત્રા કરી પરત ઘરે ફળ્યા હતા અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને હાર્ટ એટેક આવવાથી મોત થયું હતું તો બીજી તરફ મોડાસાના તાલુકાના માલવણ ગામના જસવંતસિંહનું પણ હાર્ટ એટેક થી મોત થયાની ઘટના સામે આવી હતી જેમાં જસવંતસિંહ લીંબોઈ ગામે ભજનમાં ગયા હતા અને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા 108 મારફતે દવાખાને લઈ ગયા હતા અને દવાખાને ડોક્ટરે જસવંતસિંહને મૃત જાહેર કર્યાં હતા આમ એકજ દિવસમાં મોડાસાના 2 લોકોનાં હાર્ટ અટેક થી મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!