31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

કચ્છ : બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માતમાં પાંચના મોત, લાશો રોડ પર પથરાઇ ,મૃત્યુઆંક હજુ વધવાની આશંકા


ગુજરાતના કચ્છ જીલ્લાના ભુજ પંથકમાં ભયંકર અકસ્માત સર્જાતા રોડ મરણચીસોથી ગુંજી ઊઠ્યો હતો. ભુજના મુન્દ્રા રોડ વચ્ચે કેરા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની મિની લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, બસમાં 40 લોકો સવાર હતાં, જેમાંતી પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. આ સિવાય 4 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતની ગંભીરતા જોતા મૃત્યુઆંક વધી શકે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શુક્રવારે બપોરના સમયે આ અકસ્માત થયો હતો. એક કન્ટેનર દ્વારા ઓવરટેક કરવા જતાં મિની બસ સાથે ટકરાયું હતું. જેમાં બસનો આગળનો ભાગ ભાંગીને ભૂકો થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચ્યા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ મિની બસ ભુજથી મુંદ્રા તરફ જઇ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને ઉતાવળે 108 પણ પહોંચી ગઇ હતી. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!