31 C
Gujarat
Wednesday, August 5, 2026
Home ક્રાઇમ અરવલ્લીઃ ધનસુરાના નવી શિણોલ ગામે બે મકાનમાં ત્રાટકેલા તસ્કરો 3.50 લાખની માલમત્તાની...

અરવલ્લીઃ ધનસુરાના નવી શિણોલ ગામે બે મકાનમાં ત્રાટકેલા તસ્કરો 3.50 લાખની માલમત્તાની ચોરી કરી ફરાર

0
100

અરવલ્લી જીલ્લામાં પોલીસની કામગીરી સામે શંકા ઉભી થવા પામી છે. અરવલ્લી જીલ્લામાં આજકાલ ચોરીના બનાવો વધી રહ્યા છે.પોલીસના નાઈટ પેટ્રોલીંગ પર સવાલો ઉભા થયા છે…!!!

ધનસુરા તાલુકાના નવી શિણોલ ગામે રવિવારે મોડી રાત્રે નિલેશભાઈ પટેલ અને દેવેન્દ્રકુમાર શંકરલાલ પંડ્યાના બંધ મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કરી નિલેશભાઈ પટેલના મકાનમાંથી પોણા બે તોલાનો સોનાનો દોરો, ચાંદીના સિક્કા નંગ. 22, 300 ગ્રામ વજનની ચાંદીની ગાય નંગ. 1, રોકડ રકમ રૂ. 4000/- મળી કુલ રૂપિયા 1.49 લાખની ચોરી કરી અને દેવેન્દ્રકુમાર શંકરલાલ પંડ્યાના મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ તિજોરી તોડી કાનમાં પહેરવાની સોનાની હેર, ચાંદીના છડા જોડ 1.,ચાંદીના સિક્કા નંગ. 10, ચાંદીની લગડી નંગ. 3,રોકડ રકમ મળી કુલ રૂ. 1.99 લાખની મત્તા મળી કુલ રૂ. 3.50 લાખની મત્તાની ચોરી થવા પામી હતી.
ધનસુરા પોલીસ મથકે નવી શિણોલ ગામના નિલેશભાઈ દેવકરણભાઈ પટેલે ફરીયાદ નોંધાવતાં ધનસુરા પોલીસ ઈન્સ્પેક્ટર દિપીકા પ્રજાપતિએ ઘટના સ્થળે પહોંચી ચોરી અંગે જાત નિરીક્ષણ કરી ડાૅગ સ્કવોડ બોલાવી ફિંગર પ્રિન્ટ એક્સપર્ટને બોલાવવા માટે તજવીજ હાથ ધરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!