39 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines કાયદા માં રહેશો તો ફાયદામાં રહેશો… માર-મારવાના કેસમાં મંત્રી ભિખુસિંહ પરમારના 2...

કાયદા માં રહેશો તો ફાયદામાં રહેશો… માર-મારવાના કેસમાં મંત્રી ભિખુસિંહ પરમારના 2 પુત્રો સહિત ભાજપ યુવા મોરચાના પ્રમુખ સામે ગુનો દાખલ

0
240

અરવલ્લી જિલ્લામાં યુવકને માર મારવાની ઘટનાના પડઘા ગાંધીનગર સુધી પડ્યા હતા, જેમાં ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભિખુસિંહ પરમારના પુત્રો તેમજ અરવલ્લી જિલ્લા ભાજપ યુવા મોરચના પ્રમુખ અમિશ પટેલ સહિત 6 લોકોએ એક યુવકને ઢીબી નાખ્યો હતો. મોડાસા ના રામપાર્ક વિસ્તારમાં સમગ્ર ઘટનાના ઘટી હતી, જે સમયે ઘટના બની હતી, તે સમયનો વીડિયો 17 ફેબ્રુઆરીના રોજ વાઈરલ થયો હતો. વીડિયો વાઈરલ થતાં, ગાંધીનગર સુધી પડઘાં પડ્યા હતા, જેને લઇને ગૃહમંત્રી કહેતા હતા કે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તે સૂત્રને સાર્થક કરવા આખરે ફરિયાદ દાખલ થઈ છે.

વાત જાણે એમ છે કે, મોડાસા ના માલપુર રોડ પર મંત્રી ભિખુસિંહ પરમારના પૌત્ર પસાર થઈ રહ્યા હતા, તે સમયે કેટલાક યુવકોએ કોઈક કારણોસર રોક્યા અને સામાન્ય બબાલ અને મારામારી થઈ હતી, જેમાં એક મંચુરિયન વિક્રેતાએ મંત્રીના પૌત્રને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સમગ્ર ઘટનાની જાણ મંત્રીના પુત્રોને થતાં, મંચુરિયન વિક્રેતાના સાથી શોધી કાઢ્યો અને રામપાર્ક વિસ્તારમાં હાથમાં લાકડી સહિત અન્ય વસ્તુથી ઢોર માર માર્યો હતો. માર મારવામાં મંત્રીના પુત્રો અને ભાજપ યુવા મોરચાનો પ્રમુખ સહિત 6 લોકો હતા. ભોગ બનનાર બુમો પાડતો રહ્યો પણ અહીં લાકડી દંડા ચાલતા રહ્યા હતા. આ વચ્ચે સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ થઈ જતાં, ચારેકોર ટીકા થવા લાગી કે, મંત્રીના પુત્રો આવું કેમ કરી શકે?

મારામારીની ઘટનાને લઇને મોડાસા ટાઉન પોલિસ મથકે ભોગ બનનાર જૈમિન ભરતભાઈ ત્રિવેદીએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપીઓએ એકસંપ થઈ ગેરકાદેસર મંડળી રચી હતી. આરોપીઓએ ફરિયાદીને કહ્યું કે, લાપ થાપાને કેમ તારા ઘરે કેમ સંતાડ્યો છે, તેમ કહીને ગડદાપાટુનો માર મારી આરોપીઓએ લાકડી અને બેટ વડે માર માર્યો હતો. સમગ્ર ઘટનાને લઇને મોડાસા ટાઉન પોલિસે તપાસ હાથ ધરી છે.

સમગ્ર ઘટનાને લઇને મોડાસા ટાઉન પોલિસ મથકે, કુલ 5 લોકોના નામજોગ તેમજ એક અજાણી વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો છે. પોલિસે બીએન.એસ. કલમ 189(2), 191(2), 191(3), 190, 115(2), 352, 351(3),. જી.પી. એક્ટ કલંમ 135 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીઓના નામ

  1. રણજીતસિંહ ભિખુસિંહ પરમાર, (મંત્રી પુત્ર), રહે. ચારણવાડા, તા. મોડાસા
  2. કિરણસિંહ ભિખુસિંહ પરમાર, (મંત્રી પુત્ર) રહે. ચારણવાડા, તા. મોડાસા
  3. અમિષ પટેલ, (પ્રમુખ, ભાજપ યુવા મોરચો, અરવલ્લી), રહે. મોડાસા, મુળ રહે. હફસાબાદ, તા. મોડાસા
  4. નરેન્દ્રસિંહ ઝાલા, અમરદીપ સોસાયટી, મોડાસા, મુળ રહે. બોડી, તા. મોડાસા
  5. ચિરાગ પટેલ, રહે. મેઢાસણ, તા. મોડાસા
  6. અન્ય એક અજાણી વ્યક્તિ સામે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!