31.3 C
Gujarat
Wednesday, August 26, 2026
Home ગુજરાત અરવલ્લી : શામળાજી આર્ટ્સ કોલેજમાં ભૂતપૂર્વ વિધાર્થી-વાલી મંડળ સભા યોજાઈ

અરવલ્લી : શામળાજી આર્ટ્સ કોલેજમાં ભૂતપૂર્વ વિધાર્થી-વાલી મંડળ સભા યોજાઈ

0

આર્ટ્સ કોલેજ,શામળાજીમાં કોલેજના પ્રિન્સીપાલ ડો અજય કે પટેલના અધ્યક્ષપદે ભૂતપૂર્વ વિધાર્થી અને વાલી મંડળની સભા યોજાઈ ગઈ.જેમાં ડો પટેલે ભૂતપૂર્વ વિધાર્થી અને વાલીઓને સંબોધીને ભૂતપૂર્વ વિધાર્થી અને વાલી મંડળનું મહત્વ,જરૂરિયાત અને વર્તમાન સમયમાં તેની ઉપયોગીતા,નવી શિક્ષણ નીતિ અંગે ચર્ચા કરી કોલેજની ઉતરોત્તર પ્રગતિ થાય તે માટે ભૂતપૂર્વ અને વાલીઓને હાકલ કરી તેમનો સાથ-સહકાર મળે એવો આગ્રહ રાખ્યો હતો.જયારે ગુજરાતી વિભાગના પ્રોફે .ડૉ.વી.કે.ગાંવિત દ્વારા વાલી અને ભૂતપૂર્વ વિધાર્થીઓ કોલેજના વિકાસ અને વર્તમાન વિધાર્થીઓના વિકાસમાં કેવા પ્રકારનું પ્રદાન આપી શકે,ભવિષ્યમાં કેવા પડકારો અને પ્રહારો આવશે? વિધાર્થીઓ તેનો સામનો કેવી રીતે કરી શકે તે અંગે માહિતી આપવામાં આવી હતી તેમજ સંસ્કૃત વિભાગના પ્રોફે .ડૉ.સંજય પંડ્યા અને ડૉ. ઉર્વશી પટેલ દ્વારા મુલ્યવર્ધક નીતિમત્તા શિક્ષણ,વાલીઓ અને ભૂતપૂર્વ વિધાર્થીઓની સમાજ પ્રત્યેની ફરજો વગેરે અંગે ચર્ચા કરવામાં આવી હતી.ત્યારબાદ વાલી અને ભૂતપૂર્વ વિધાર્થીઓ માટે ઓપન ચર્ચા રાખવામાં આવી હતી. તેમાં વિધાર્થીઓને પડતી મુશ્કેલીઓ અને જરૂરિયાતો અંગે જરૂરી સૂચનો મેળવવામાં આવ્યા હતા. સદર કાર્યક્રમનું આયોજન ડૉ.નીતિનભાઈ રેંટિયા કર્યું હતું.સમગ્ર કાર્યક્રમમાં 100 જેટલા ભૂતપૂર્વ વિધાર્થી અને વાલીઓએ હાજરી આપી હતી. સભા બાદ સમગ્ર ભાગ કર્તાઓને કોલેજની વિઝીટ કરાવવામાં આવી હતી. સદર સંમેલનમાં ભૂતપૂર્વ વિધાર્થી અને વાલીઓએ સૂચક વિકાસાત્મક બાબતો ઉપર ભાર આપી મહત્વના સૂચનો આપ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!