34.5 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines અરવલ્લી : સંબંધોને શર્મનાક કરતી ઘટના,હેવાન મામાએ 13 વર્ષીય ભાણીને જંગલમાં લઇ...

અરવલ્લી : સંબંધોને શર્મનાક કરતી ઘટના,હેવાન મામાએ 13 વર્ષીય ભાણીને જંગલમાં લઇ જઈ પીંખી નાખી

0
205

મેઘરજ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા કંસ મામાએ માસૂમ 13 વર્ષીય ભાણીને શામળાજી નજીક ખોડંબાના જંગલમાં લઇ ધમકી આપી દેહને ચૂંથી નાખ્યો, ટીંટોઈ પોલીસે હવસખોરને દબોચી લીધો

સમગ્ર દેશમાં મહિલાઓ,સગીરાઓ અને માસુમ દીકરીઓ પર દુષ્કર્મની ઘટનાઓ સતત બની રહી છે મોબાઈલ યુગમાં યુવકો અને વૃધ્ધો પોર્ન સાઈટ પર બિભસ્ત ફિલ્મો જોઈ દુષ્કર્મની ઘટનાને અંજામ આપતા ખચકાતા નથી અરવલ્લી જીલ્લામાં વધુ એક દુષ્કર્મની ઘટના બની હતી મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એક હેવાન શખ્સે તેની 13 વર્ષીય ભાણીને લલચાવી ફોસલાવી શામળાજી નજીક ખોડંબાના જંગલમાં લઇ ગયા બાદ ધાકધમકી આપી દુષ્કર્મ આચરી ફરાર થઇ જતા સમગ્ર પંથકમાં નરાધમ મામા સામે ફિટકાર વરસી હતી દુષ્કર્મનો ભોગ બનેલ દીકરીના પિતાએ ટીંટોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમ મામાને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

 

પ્રાપ્ત માહિતી અનુસાર,અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના એક અંતરિયાળ ગામની ૧૩ વર્ષની દીકરી પર પોતાનાજ મામા દ્વારા દુષ્કર્મ આચરતા ખળભળાટ મચી ગયો હતો માત્ર ૧૩ વર્ષની કુમળી વયની દીકરી પર તેના જ મામાએ લલચાવી ફોસલાવી ભિલોડા તાલુકાના ખોડંબા નજીક જાડી જંગલમાં લઈ જઈ દુષ્કર્મ આચરતા સમગ્ર વિસ્તારમાં મામા પર ફિટકારની લાગણી વરસી હતી પોલીસ સૂત્રોથી મળતી માહિતી મુજબ હેવાનિયતની હદ વટાવતા મામાએ પોતાની જ ભાણી ઉપર દુષ્કર્મ આચાર્યો હતો મામા ભાણીના પવિત્ર સંબંધને શર્મસાર કરતાં કિસ્સામાં મામાએ કંસ નું રૂપ ધારણ કરી માત્ર ૧૩ વર્ષની કુમળી વયની દીકરી અને પોતાની જ ભાણી ઉપર દુષ્કર્મ આચરી હેવાન ફરાર થઈ ગયો હતો

દીકરીના પિતા દ્વારા ટીંટોઇ પોલીસે સ્ટેશન ફરિયાદ આપતા ટીંટોઈ પોલીસ હરકતમાં આવી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી પોકસો હેઠળ ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!