34.5 C
Gujarat
Monday, July 13, 2026
Home ક્રાઇમ અરવલ્લીઃ સાઠંબા ગામે ધોળા દિવસે મોટી રકમની ચોરીઃબાઈક પર આવેલા બે ચોર...

અરવલ્લીઃ સાઠંબા ગામે ધોળા દિવસે મોટી રકમની ચોરીઃબાઈક પર આવેલા બે ચોર પેટી જ ઉઠાવી ગયાઃ ઘટના સીસીટીવીમાં કેદ

0
72

સાઠંબા ગામે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બાયડના સબયાર્ડ સાઠંબા સામે આવેલા એક ઘેર ગુરૂવારે દિવસ દરમિયાન ચાર વાગ્યાની આસપાસ અજાણ્યા બે શખ્સોએ બાઈક પર આવી દર દાગીના અને રોકડ ભરેલી પેટી ઉઠાવી ગયાની ઘટના સામે આવી છે.
આ અંગે ઘર માલિક કૈલાસબેન લક્ષ્મણસિંહ પરમારે જણાવ્યું હતું કે, અમારા ઘરેથી દિકરીના ઘેર મામેરું લઈને જવાનું હોવાથી દર દાગીના બે સોનાની ચેઇન, ચાંદીના છડા તથા રોકડ રકમ એક લાખ રૂપિયા પેટીમાં મુકેલા હતા. અમારો પરિવાર ખેતરમાં કામ હોવાથી ખેતરમાં ગયા હતા.
ગુરૂવારે સાંજે અમે ઘેર આવ્યા ત્યારે ઘરમાં પેટી જોવા ના મળતાં ચોરી થયાનું માલુમ પડયું હતું.

સાઠંબા પોલીસ મથકે ચોરીનો ભોગ બનનાર પરીવારે જાણ કરતાં પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી ચોરીનો તાગ મેળવવા તપાસ હાથ ધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!