29.5 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines અરવલ્લી : મોડાસા માં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ટ્રાફિક સિગ્નલની શરૂઆત, એક...

અરવલ્લી : મોડાસા માં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ટ્રાફિક સિગ્નલની શરૂઆત, એક મહિના પછી નિયમો તોડનારને અપાશે મેમો

0
127

અરવલ્લીના મોડાસામાં વર્ષોથી ટ્રાફિકનીસમસ્યાનું હવે, નિરાકરણ આવવાની સંભાવની છે. મોડાસાના મુખ્ય પાંચ રસ્તા પરટ્રાફિક સિગ્નલનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. પ્રાયોગિક ધોરણે એક મહિનો શહેરીજનો તેમજ પોલિસ કર્મચારીઓને ટ્રાફિક સિગ્નલ અંગે ખ્યાલ આવે, તે માટે જરૂરીમાહિતી પુરી પાડવામાં આવશે. એક મહિના પછી ટ્રાફિકના નિયમોનું ભંગ કરતા, વાહનચાલકોને મેમો ફટકારવામાં આવે, તેવી પણ અટકળો છે. મોડાસા નગર પાલિકા પ્રમુખ નિરજશેઠે, ટ્રાફિક સિગ્નલ અંગે જરૂરી જાણકારી આપતા જણાવ્યું કે, પહેલા મહિના માટે પ્રાયોગિક ધોરણે કામ કરશે, જેમાં વાહન ચાલકો તેમજ પોલિસ કર્મચારીઓને જાણકારી આપવામાં આવશે, ત્યારબાદ એપ્રિલ મહિનાથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને ઓનલાઈન મેમો ફટકારમાં આવશે. 

મોડાસા માં મુખ્ય પાંચ રસ્તા પરઘણાં વર્ષોથી ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. આ અંગે ઉચ્ચકક્ષા સુધી રજૂઆતો કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લામાં રેન્જ આઈ.જી ની અધ્યક્ષતામાંયોજાતા લોક દરબારમાં ટ્રાફિકનો મુદ્દો ચર્ચાતો હતો. ઘણાં વર્ષો પછી, ટ્રાફિકસિગ્નલ લગાવાતા, થોડીક રાહત મળે, તેવું લાગી રહ્યું છે. અરવલ્લી જિલ્લાએ.એસ.પી. સંજયકુમાર કેશવાલાએ વાહન ચાલકોને ટ્રાફિક ના નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી.  

મોડાસા પાંચ રસ્તા પર ટ્રાફિક સિગ્નલ ઉદ્ધાટન પ્રસંગે, મોડાસા નગરપાલિકા પ્રમુખ, નિરજ શેઠ, એ.એસ.પી. સંજયકુમાર કેશવાલા, પાલિકાના હોદ્દેદારો, તેમજપોલિસ અધિકારીઓ, કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. મોડાસા નગર પાલિકા અનેઅરવલ્લી જિલ્લા પોલિસના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક સિગ્નલ લગાવાયા છે,જોકે ટ્રાફિકપોલિસની નિમણૂક કરાશે કે, કેમ તે સવાલ છે. આ સાથે જ ટ્રાફિક સિગ્નલ કાયમી અને સૂચારૂરૂપે કાર્યરત રહે , તે પણ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!