29.5 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત પંચમહાલ: રાજકીય કિન્નાખોરી રાખીને તડીપારની નોટીસ અપાઈ, હુ પથ્થર જેવો...

પંચમહાલ: રાજકીય કિન્નાખોરી રાખીને તડીપારની નોટીસ અપાઈ, હુ પથ્થર જેવો છુ બ્લાસ્ટીંગથી હલી જાવ તેવો નથી, શહેરા તાલુકા પંચાયતના વિપક્ષના નેતા જે.બી.સોલંકી આવુ કેમ બોલ્યા.. જાણો

0
180

વિજયસિંહ સોલંકી, પંચમહાલ
શહેરા
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જે.બી.સોલંકી( જસવંતસિંહ સોલંકી) વિવિધ ગુનાઓ હેઠળ પાસા કરવાની મામલે પ્રાન્ત કચેરીમાંથી નોટીસ આપવામા આવી હતી. જે અંર્તગત જે.બી.સોલંકી પોતાના વકીલ તેમજ તેમના સમર્થકો સાથે હાજર રહ્યા હતા. આ મામલે પ્રાન્ત કચેરી ખાતે દલીલો થઈ હતી. આ મામલે આવતા મહિનાની 17 તારીખે મુદત પડતા વધુ સુનાવણી હાથ ધરવામા આવશે. વિપક્ષનેતા જે.બી.સોલંકીએ જણાવ્યુ હતુ કે મારી પર રાજકીય કિન્નાખોરી રાખીને તડીપારની નોટીસ આપવામા આવી છે.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકા પંચાયતના વિપક્ષના નેતા વાડી તાલુકા પંચાયત બેઠકના સદસ્ય અને કોંગ્રેસ નેતા જસવંતસિંહ સોલંકી ( જે.બી.સોલંકી) સામે પાછલા વર્ષો દરમિયાન મારામારી,છેતરપીંડી, ધાકધમકી સહિતના વિવિધ ગુનાઓ નોધાયેલા હોવાથી પોલીસ દ્વારા તડીપાર અંગે દરખાસ્ત તૈયાર કરીને પ્રાન્ત કચેરીને મોકલી આપવામા આવી હતી. આ મામલે શહેરા પ્રાન્ત કચેરી ખાતે સુનાવણી હાથ ધરવાની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. આ મામલે શહેરા સેવાસદન તે આવેલી પ્રાન્ત કચેરી ખાતે વિપક્ષનેતા જે.બી.સોલંકી પોતાના વકીલ અને સર્મથકો સાથે હાજર રહ્યા હતા. આ મામલે તેમના વકીલ દ્વારા દલીલો કરતા વધુ સુનાવણી 17 તારીખે રાખવામા આવી છે. જે.બી.સોલંકીએ જણાવ્યુ હતુ કે કે મારી પર રાજકીય કિન્નાખોરી રાખીને તડીપારની નોટીસ આપવામા આવી છે મને વિશ્વાસ છે કાયદો કાયદાનુ કામ કરશે. હુ પથ્થર જેવો છુ બ્લાસ્ટીંગથી હલી જાવ તેવો નથી.વકીલ દિપકભાઈ પરમારે જણાવ્યુ હતુ કે આ મામલે મારા તરફથી દલીલો કરવામા આવી હતી. આ મામલે મુદત પડી છે. વધુ સુનાવણી આગામી 17 તારીખે હાથ ધરવામા આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!