અરવલ્લી જિલ્લામાં બની બેઠેલા પત્રકારોએ પથારી ફેરવી નાખી
આંગણવાડી, શાળાઓ તેમજ પંચાયતોમાં પત્રકાર અને અધિકારીઓની ઓળખ આપી તોડ
પત્રકારત્વ કરતા પત્રકાર આલમમાં રોષની લાગણી ઉદભવી
ઈકો, જીપ તેમજ અન્ય વાહનોમાં PRESS ના સ્ટીકર લગાવી રોફ
અરવલ્લી જિલ્લામાં બની બેઠેલા પત્રકારોનો અસહ્ય ત્રાસ વધી ગયો હોય તેવું લાગે છે. સરળ રીતે કમાવવાની આશા સાથે હવે કોઈપણ વ્યક્તિ પોતાને પત્રકાર માની લે છે, અને સવાર પડી જાય અને થેલો લઇને નિકળી પડતા હોય છે. એટલું જ નહીં આવા બની બેઠેલા પત્રકારો અધિકારીઓની અને પત્રકાર હોવાનો ખોટી ઓળખ આપી પૈસા પડાવવાની કામગીરી કરતા હોય છે. મોડાસા તાલુકા સહિત જિલ્લાની ગ્રામ પંચાયતો, આંગણવાડી તેમજ પ્રાથમિક શાળાઓમાં તપાસ કરી ઉઘરાણું કરવા હોવાની રાવ છેલ્લા ત્રણ ચાર દિવસથી ઉઠતા જાગૃત કર્મચારીઓ અને કર્મચારીએ તોડબાજ અને બની બેઠેલા પત્રકારો ની તસ્વીર મોબાઇલ કંડારી વાયરલ કરતા સવલો ઉઠ્યા છે. ભ્રષ્ટ તંત્રના પાપે તોડબાજો ને જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેમ સવાર પડતા જ તોડ કરવા નીકળી પડતા આવા શખ્સો સામે લોકોમાં રોષ ફેલાયો છે. બની બેઠેલા પત્રકારો પર કાર્યવાહી કરવાની લોક માંગ ઉઠી છે.
અરવલ્લી જિલ્લામાં ઈકો ગાડી, રિક્ષા તેમજ પેસેન્જર જીપ ઉપર પણ પોલિસ અને પ્રેસ જેવા સ્ટીકર લગાવી સરળતાથી પસાર થઈ જાય છે. અરવલ્લી જિલ્લા પોલિસ દ્વારા હવે આવા બની બેઠેલા પત્રકારો પર કાર્યવાહી કરવી જોઈએ. ઈકો ઉપર પ્રેસ લખી, તેમ કેટલાય પેસેન્જર બેસાડી વાહન હંકારો એટલે કોઈ ન પકડે કે કોઈ ન રોકે, તેની નીતિ સાથે આવા વાહન ચાલકો બેફામ બની જાય છે. કેટલીક ગાડીઓ પર તો પોલિસના પાટિયા લખીને વાહનો જોવા મળતા હોય છે.
જેની પાસે કોઈ કામ નથી અને કંઈ કરવું નથી, કંઈ લખતા પણ ન આવડતું હોય, તેવા લોકો હવે પત્રકારોના નામે પથારી ફેરવી રહ્યા છે. આવા પત્રકારોને ખુલ્લા પાડવા જોઈએ, તેવી હવે લોકમાંગ ઉઠવા પામી છે. અરવલ્લી જિલ્લાના મોડાસા સહિતના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી બે શખ્સ પત્રકાર અને અધિકારી હોવાની ઓળખ આપી, તોડ કરતા હોવાની ચર્ચાઓ સાથે ફોટો વાઈરલ થયા છે. આવા પત્રકારોને તેમના તંત્રી કેવી રીતે પત્રકાર બનાવે છે, તે સવાલ છે. આવા તંત્રીઓ સામે પણ કાર્યવાહી કરવી જોઈએ.





