34.5 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines Gujarat BJP President: ગુજરાત ભાજપે જાહેર કર્યા પ્રદેશ સંગઠનના પ્રમુખો, ક્યાંક ખુશી...

Gujarat BJP President: ગુજરાત ભાજપે જાહેર કર્યા પ્રદેશ સંગઠનના પ્રમુખો, ક્યાંક ખુશી તો ક્યાંક ગમ…!!!

0
175

ગુજરાત ભાજપે પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે, તાજેતરમાં જ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ રાજ્યમાં ભવ્ય જીત થઇ હતી. જૂનાગઢ મહાનગરપાલિકા તેમજ 66 નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી બાદ હવે જિલ્લા શહેર પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે.ગુજરાત ભાજપે સંગઠનના પ્રમુખોના નામની જાહેરાત કરી છે, જેમાં અત્યાર સુધીમાં 6 જિલ્લા પ્રમુખો રિપીટ કરાયા જ્યારે પાંચ જિલ્લામાં નવા પ્રમુખો ની વરણી કરવામાં આવી છે.

જૂનાગઢમાં ભાજપે શહેર અને જિલ્લા બંને પ્રમુખો બદલવામા આવ્યા છે. જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ તરીકે ગૌરવ રૂપારેલિયાની જાહેરાત કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણાની જાહેરાત કરવામાં આવી છે. નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નીલ રાવનું નામ જાહેર કરવામાં આવ્યું છે. મહિસાગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે દશરથભાઈ બારિયા રિપીટ કરાયા છે. મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ગિરીશ રાજગોર રિપીટ કરાયા છે. સુરત જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભરતભાઈ રાઠોડ રિપીટ કરવામાં આવ્યા છે, ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અનિલભાઈ પટેલ રિપીટ કરવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કિર્તીસિંહ વાઘેલા રિપીટ કરવામાં આવ્યા છે. નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભૂરાભાઈ શાહ રિપીટ કરવામા આવ્યા છે. ભાવનગર શહેર ભાજપ પ્રમુખ તરીકે કૃણાલ શાહની જાહેરાત કરવામાં આવી છે. અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અતુલ કાનાણીની જાહેરાત કરવામાં આવી છે. સુરત જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભરતભાઈ રાઠોડ રિપીટ કરવામાં આવી છે. અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અતુલ કાનાણીની જાહેરાત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!