ભારતીય જનતા પાર્ટી પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફાર થવાની અટકળો વચ્ચે, જિલ્લાના સંગઠનમાં મોટા ફેરફાર કર્યા છે. ક્યાંક જિલ્લા પ્રમુખને રીપિટ કર્યા છે તો ક્યાં નવા પ્રમુખની વરણી કરવામાં આવી છે. રાજ્યના તમામ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ પ્રમુખના પદના ચહેરા હવે જાહેર કરી દીધા છે. આ વચ્ચે સૌથી ચર્ચાસ્પદ જિલ્લો એટલે સાબરકાંઠા લોકસભા બેઠક છે. જ્યાં હાલમાં જ યોજાયેલી લોકસભા બેઠક પર પહેલા ભાજપે ભિખાજી ઠાકોરને ઉમેદવાર જાહેર કર્યા હતા, જોકે ઠાકોર અને ડામોર અટકનો વિવાદ વકર્યો હતો, જેને લઈને ઉમેદવાર બદલી, શૌભનાબહેન બારૈયાને ટિકિટ આપી દેતા, ભારે રોષ જોવા મળ્યો હતો.
ગુજરાતમાં પ્રથમવાર અરવલ્લી જિલ્લામાંથી ભાજપનો ભારે વિરોધની ચિંગારી ફૂટી હતી, જેની નોંધ લેવાઈ હતી. તાત્કાલિક ભાજપ પ્રદેશ સંગઠને ભિખાજી ઠાકોરને ગાંધીનગર બોલાવ્યા હતા, જ્યાં તેઓની સાથે ચર્ચા કરતા, મામલો શાંત પડ્યો હતો. તે સમયે ભિખાજી ઠાકોરને આશ્વાસન આપવામાં આવ્યું હતું. આખરે ભાજપમાં વિરોધના શૂર ઠંડા પડતા આખરે, સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાની જીત થઈ હતી.
હવે વાત કરીએ, અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખની નિયુક્તિની તો, ભિખાજી ઠાકોર અરવલ્લી જિલ્લા ભાજપમાં મહામંત્રી તેમજ ઓબીસી મોરચામાં પણ પદભાર સંભાળી ચુક્યા છે, થોડા સમય પહેલા ભિખાજી ઠાકોરના જન્મ દિવસને લઇને પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટિલે તેમને શુભેચ્છાઓ પણ પાઠવી હતી, સી.આર.પાટીલની આ પોસ્ટ પછી, ચિત્ર સ્પષ્ટ થયું હતું કે, ભિખાજી ઠાકોરને કોઈ સારી જવાબદારી મળશે. હવે ભાજપે અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભિખાજી ઠાકોર પર પ્રમુખનો કળશ ઢોળતા, ખુશીનો માહોલ સર્જાયો છે.
https://www.facebook.com/photo.php?fbid=1154376372712286&set=pb.100044198031266.-2207520000&type=3
ભિખાજી ઠાકોર અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નિયુક્ત થતાં, તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી, તેમણે જણાવ્યું કે, અરવલ્લી ભાજપનું સંગઠન વધુ મજબૂત બને તે માટે તેઓ પ્રયાસ કરશે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, આગામી પંચાયતની ચૂંટણીઓને લઇને કામ કરશે અને જીત સંગઠનને સાથે રાખીને જીત મેળવશે.





