28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ પંચમહાલ : શહેરાના બામરોલી ગામે વૃધ્ધની આરોપીઓએ હત્યા કરી નાખી હોવાનો ઘટસ્ફોટ,આરોપીઓ...

પંચમહાલ : શહેરાના બામરોલી ગામે વૃધ્ધની આરોપીઓએ હત્યા કરી નાખી હોવાનો ઘટસ્ફોટ,આરોપીઓ પોલીસ પકડમાં

0
79

 

શહેરા

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના બામરોલી ગામે રહેતા ઈસમ પોતાના ઘરેથી સાંજના સમયે ખેતરમાં પાણી મુકવા ગયા હતા. પરત ફરતી વખતે અકસ્માતમાં મોત થયુ હતુ. આ મામલે શહેરા પોલીસે એડી નોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે મરણ જનારા ઈસમનુ પોસ્ટમોર્ટમ કરવામા આવ્યુ હતુ.વધુમાં જે રીતે માથાના ભાગે ગંભીર ઈજાના નિશાનો જતા હતા તેને લઈને પરિવારજનો પણ કઈક અજુગતુ થયાની શંકા સેવી રહ્યા હતા. આ મામલે આખરે પરિવારજનોની શંકા સાચી પડી હતી. મરણ જનારાના પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવતા ચોકાવનારા ખુલાસા થયા હતા. આ જેમા માથાના જમણા ભાગે ઈજા પહોચાડીને હત્યા કરી દેવામા આવી હોવાની વિગતો બહાર આવી હતી. આ મામલે શહેરા પોલીસ મથકના પીઆઈ અંકુર ચૌધરી અને સ્ટાફે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમા ત્રણ આરોપીને ઝડપી પાડવામા આવ્યા છે. જેમા એક આરોપી સગીર વયનો છે.

પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકા બામરોલી ગામના પુનાભાઈ કાનાભાઈ ચારણ મગળવારની રાત્રીએ નરસાણા ગામે નાડા ફળિયા તરફ આવેલા પોતાના ખેતરમાં પાણી મુકવા ગયા હતા. તેઓ પોતાના ઘરે પરત ન ફરતા તેમના ભાણાએ ફોન કર્યો હતો. તેવામાં તેમના ગામમાંથી એક ગ્રામજને ફોન કરીને જણાવ્યુ હતુ કે તેમનો પિતા નાળા પર પડી ગયેલા છે. આ મામલે તેમના પરિવારજનો સ્થળ પર પડેલા હતા.સ્થળ પર જઈ. જોતા તેઓ બાઈક સાથે પડેલા હતા અને મૃત્યુ પામ્યા હતા. આ મામલાની જાણ પરિવારજનો દ્વારા શહેરા પોલીસ ને કરવામાં આવતા પોલીસે સ્થળ પર આવીને લાશને શહેરા સરકારી દવાખાને મુકાવીને પીએમની કાર્યવાહી હાથ ઘરી હતી.આ મામલે પોસ્ટમોર્ટમ રિપોટ આવતા તેમા પુનાભાઈને માથાના ભાગે ઈજા પહોચાડીને હત્યા કરી દેવામા આવી હોવાની વિગતો બહાર આવી હતી. આ મામલે શહેરા પોલીસ મથકના પીઆઈ અંકુર ચૌધરી અને તેમની ટીમે ગુનાની ગંભીરતાને ધ્યાનમા લઈ ઝીણવટ પુર્વક તપાસ હાથ ધરી હતી. આ મામલે તપાસમા ત્રણ આરોપીઓ સામેલ હોવાની વિગતો ખુલી હતી.એમાં એક આરોપી સગીર છે. શહેરા પોલીસે આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જૂની અદાવતે હત્યા કરી નાખી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!