29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી DILR માં માપણી શીટ લેવા આવેલા અરજદારને જવાબ મળ્યો કે, પેન...

અરવલ્લી DILR માં માપણી શીટ લેવા આવેલા અરજદારને જવાબ મળ્યો કે, પેન ડ્રાઈવ ખોવાઈ ગઈ બોલો…. સમય પહેલા ટિફિનનો થેલો લટકાવી ખાવા જવાનો સિલસિલો !!!!

0
158

સરકારી સર્વેયરને અરજદાર પૂછવા જાય તો જણાવે છે કે, સામે તત્વમાં જાઓ
એક અરજદારે સોગંદનામા માટે પૂછ્યું તો, તેમની પાસે કોઈ જવાબ નહીં, અને તત્વ આર્કેડમાં જવા જણાવ્યું

રાજ્ય સરકાર દ્વારા રેવન્યુ કામગીરી સુદ્રઢ અને પારદર્શક બનાવવા અથાગ પ્રયાસો કરે છે જોકે, સરકારી નોકરોને અરજદારોને જાણે કાંઈ જ પડી ન હોય તેવું લાગે છે. અરવલ્લી જિલ્લામાં પણ આવી જ સ્થિતિનું નિર્માણ થયું છે. જિલ્લા સેવા સદનના રેવન્યુ વિભાગમાં એવી તે પારદર્શક કામગીરી ચાલે છે કે, બે ઘડી આપણે વિચારવું પડે. આપણાં હાથમાં જો કાંઈ હોય તો, આપણે આવા અધિકારીઓ કે, કર્મચારીઓને ભારતનો નહીં પણ વિશ્વનો સર્વોચ્ચ અવોર્ડ આપી દઈએ.

અરવલ્લી જિલ્લા સેવા સદનમાં કાર્યરત DILR કચેરીમાં આવતા અરજદારોને કેટલીય હાલાકીઓ પડે છે, સમયસર આવે છે કે નહીં તે તો બાજુ રહ્યું પણ કેટલાક કર્મચારીઓ તો બપોરના 1.55 થાય એટલે ટિફિનનો થેલો લટકાવી નિકળી પડતા હોય છે, અરજદાર બહાર બેઠો બેઠો કંટાળી જાય. આજે તો એવી હાસ્યાસ્પદ કિસ્સો બન્યો કે, એક અરજદાર કોઈ કારણોસર માપણી શીટ લેવા માટે આવ્યા હતા, જોકે કર્મચારીએ એવો જવાબ આપ્યો કે, બે ઘડી આપણે વિચારવું પડે. કર્મચારી મોં હલાવતા હલાવતા અરજદારને કહી દીધું કે, સાલું પેન ડ્રાઈવ ક્યાંક ખોવાઈ ગઈ છે. આવા સરકારી રેકર્ડની પેન ડ્રાઈવ ખિસ્સામાં શું કરવા રાખવી પડતી હોય તે પણ સવાલ છે.

અરવલ્લી જિલ્લા ડીઆઈએલઆર કચેરીમાં ઠેર ઠેર દલાલો કે અનઅધિકૃત વ્યક્તિનો પ્રવેશ બંધ છે, જોકે આવું થાય છે અથવા તો પાલન કરવામાં આવે છે કે નહીં તે એક સવાલ છે. સરકારી બાબુઓને તો સૌથી વ્હાલ અરજદારો નહીં પણ દલાલો હોવાની અટકળોએ જોર પકડ્યું છે. સરકાર પારદર્શક અને સુદ્રઢ કામગીરી થાય, તેવા પ્રયાસો કરે છે, પણ સરકારી બાબુઓ સરકારની વાતનો જાણે છેદ જ ઉડાવતી હોય તેવું લાગે છે. અરજદારોને કેટલીય હાલાકીઓ પડતી હોય છે, પણ અરવલ્લી જિલ્લાનો કોઈ એવો ઉચ્ચ અધિકારી નથી કે, અહીં અરજદારોની સમસ્યાનું નિરાકરણ લાવી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!