29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી SOG એ ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેવો ગાંજો અને ચરસ...

અરવલ્લી SOG એ ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેવો ગાંજો અને ચરસ પકડ્યો, મોડાસા ટાઉનને લપડાક

0
128

અરવલ્લી જિલ્લામાં પહેલા દારૂ ધુમ મળતો હતો, પણ હવે ધીરે ધરી ચરસ અને ગાંજો વેચાતો હોવાના પુરાવા મળી રહ્યા છે. આવડી મોટી મોડાસા ટાઉન પોલિસની ટુકળીની નાક નીચે એસ.ઓ.જી.એ ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેટલો જથ્થો પકડીને ટાઉન પોલિસની કામગરી પર ચોક્કસથી સવાલો મુકી દીધા છે.

અરવલ્લી જિલ્લા પોલિસ વડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે પીઆઈ ડી.કે. વાઘેલા તેમજ સ્ટાફના માણસો બાતમીદારથી બાતમી મળી હતી કે, ચાંદનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ગાંજો અને ચરસનું વેચાણ થાય છે. પોલિસે ચાંદનગર ના ધોબીઢાળ મુકામે રહેતો કાદરખાન અલારખભાઇ પઠાણ કે, તેના રહેણાંક ઘરમાં માદક પદાર્થ ગાંજો તથા ચરસ જેવા કેફી દ્રવ્યો રાખી વેચાણ કરતો હતો.  પોલિસે ચોક્કસ બાતમીના આધારે કાદરખાન અલારખભાઇ પઠાણ ચાંદનગર, ધોબીઢાળ, મોડાસા રહેણાંક ઘરે રેઈડ કરતા ચરસ અને ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલિસે ઘરમાં તપાસ કરતા આરોપીના ઘરના ત્રીજા ખંડમાં સતાડેલ એક કાપડની થેલીની અંદર માદક પદાર્થ ગાંજો વજન 104 ગ્રામ કિ.રૂ.1040/- તથા પ્લાસ્ટીકની નાની પારદશર્ક થેલીઓ નંગ – 25, ચરસની ગોળીઓ વજન – 7.5 ગ્રામ કિ.રૂ.1125/-તેમજ ભારતીય ચલણી નોટો રૂ.100/- ના દરની 2 નોટો કિ.રૂ.200/-મળી કુલ કિ.રૂ.2365/- ના મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલિસે આરોપી વિરૂદ્ધ ધી એન.ડી.પી.એસ. એક્ટ કલમ 8-સી, 20-બી મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઘણાં સમય પછી એસ.ઓ.જી. કાર્યવાહી તો કરી પણ નાની અમથી કાર્યવાહી કરીને, ટાઉન પોલિસનું નાક કાપી નાખ્યું. આવડી મોટી ટાઉન પોલિસની ટીમને ચાંદનગરમાં ગાંજો મળતો હોય, તેવું ખ્યાલ નથી, તે માન્યામાં નથી આવતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!