અમદાવાદમાં આઇપીએલની નવ મેચ દરમિયાન અમદાવાદ મેટ્રોને માત્ર નવ દિવસમાં બે કરોડથી વધુની આવક પણ થઈ છે.
અમદાવાદમાં આઇપીએલની નવ મેચ દરમિયાન મેટ્રોમાં 15 લાખથી વધુ લોકોએ મુસાફરી કરી છે.એટલું જ નહિ અમદાવાદ મેટ્રોને માત્ર નવ દિવસમાં બે કરોડથી વધુની આવક પણ થઈ છે.ત્રીજી જૂને આઈપીએલની ફાઈનલ મેચ દરમિયાન બે લાખ 13 હજાર 336 લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને 32.12 લાખની આવક થઈ હતી.






