30 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines મહેનતાણું ઓછું ને કામગીરી વધારે ?? આંગણવાડી કાર્યકરો ને હવે BLO ની...

મહેનતાણું ઓછું ને કામગીરી વધારે ?? આંગણવાડી કાર્યકરો ને હવે BLO ની જવાબદારી !!!

0
82

રાજ્યની આંગણવાડી કાર્યકરો મહિલાઓને, સોંપવામાં આવેલી બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવા માંગ ઉઠી છે. હાલમાં જ આંગણવાડી કાર્યકર મહિલાઓને, ચૂંટણીલક્ષી નવીન બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે. આ કામગીરીને લઇને આંગણવાડી કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. બીએલઓની કામગીરી સોંપવામાં આવતા, રાજ્યવ્યાપી આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો… જે અનુસંધાને અરવલ્લી જિલ્લા આંગણવાડી કાર્યકર મહિલાઓએ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું… ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પહેલા આંગણવાડી કાર્યકરો દ્વારા પગાર વધારા સહિતની માંગણીઓને લઇને કેટલાય આંદોલન કરવામાં આવ્યા હતા.

ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના આગેવાન ડી.આર.જાદવે જણાવ્યું કે, આંગણવાડી કાર્યકરોને સતત હેરાન કરવામાં આવે છે.. આ સાથે જ તેમણે ઉમેર્યું કે, પહેલેથી જ કાર્યકર મહિલાઓ પાસે અનેક કામગીરી હોય છે. આ વચ્ચે બીએલઓની વધારાની જવાબદારી સોંપવામાં આવે,,, જેમાંથી મુક્ત કરવામાં આવે, તેવી માંગ કરી હતી… આંગણવાડી કાર્યકરોની માંગ નહીં, સંતોષાય તો આગામી દિવસોમાં અલગ-અલગ કાર્યક્રમો યોજાવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!