32.7 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines ગુજરાત સરકારમાં મંત્રી મંડળનું વિસ્તરણ, કેટલાય મંત્રીઓના પત્તા કપાયા, હાર્દિક પટેલ અને...

ગુજરાત સરકારમાં મંત્રી મંડળનું વિસ્તરણ, કેટલાય મંત્રીઓના પત્તા કપાયા, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરનું મંત્રી બનવાનું સ્વપ્ન, સ્વપ્ન જ રહ્યું !!!

0
136

ગુજરાત સરકારમાં મંત્રીપદનું વિસ્તરણ થઈ ચુક્યું છે, જેમાં 6 મંત્રીઓને રીપિટ કરાયા છે, જ્યારે અન્ય 16 ધારાસભ્યોને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. મહત્વની વાત એ છે કે, લીલી બોલપેનના સપના જોતાં, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરના પત્તા કપાઈ ગયા છે. આ સાથે જ ઘણાં નવા ચહેરાઓના મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. બંન્ને યુવા નેતાઓની હાલત હવે એવી થઈ છે કે, આગામી દિવસોમાં મોઢું સંતાળે તો નવાઈ નહીં. આ પહેલા ભાજપ પ્રદેશ પ્રમુખના કાર્યક્રમમાં હાર્દિક પટેલને ખુરશી પણ નહોતી મળી, જેને લઇને સોશિયલ મીડિયા પર ઘણાં ટ્રોલ થયા હતા.

તો બીજી બાજુ રીવાબા જાડેજાને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. આ સાથે જ ભ્રષ્ચાચારની બૂમો અને સતત વિવાદોમાં રહેલા બચુ ખાબડ અને ભિખુસિંહ પરમારનું પત્તુ કાપી નાખવામાં આવ્યું છે. આ સાથે જ અરવલ્લી જિલ્લામાંથી પી.સી.બરંડા, નિવૃત્ત આઈ.પી.એસ. ને મંત્રી મંડળમાં સ્થાન આપીને આદિવાસી વિસ્તાર વોટ બેંક જાળવવા માટે નવો દાવ લગાવ્યો છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં પી.સી.બરંડાને ભારે ટક્કર આપનાર આપ ના ઉમેદવાર રૂપસિંહ ભગોરાએ ભારે ટક્કર આપી હતી, જેને લઇને પી.સી.બરંડાને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે.

આગામી દિવસોમાં નવા મંત્રી મંડળને લઇને ભાજપને કેવો ફાયદો થશે, તે જોવું રહ્યું. હાલ તો આમ આદમી પાર્ટીની સક્રિયતાને કારણે, ભાજપે ગંભીર નોંધ લઇને મોટા ફેરફાર કર્યા છે, જોકે આગામી દિવસોમાં નવા મંત્રી મંડળથી કેવા સમીકરણો બદલાશે, તે જોવું રહ્યું..

નવા મંત્રી મંડળનું લિસ્ટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!