37.6 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines અરવલ્લીના કેટલા અધિકારીઓ મોડાસા ના મેઘરજ રોડ પરથી નિકળે છે ? જો...

અરવલ્લીના કેટલા અધિકારીઓ મોડાસા ના મેઘરજ રોડ પરથી નિકળે છે ? જો બાઈક લઈને નિકળે અને ધડામ થાય તો નવાઈ નહીં !!!

0
257

મોડાસાના મેઘરજ રોડ પર અધિકારીઓ પસાર થવા માંગતા જ નથી !!
જો પસાર થાય, અને બાઈક પરથી પડી ગ્યાં… તો.. !!!
લોકોને જવાબ આપવા મોંઘા પડી જાય….!!
રોડ બની જવા છતાં અહીં ગટરના ઢાંકણાના લેવલ નથી થયા
આવા ઈજનેરો અને સાઈડ સુપરવાઈઝર શું કામના ?
નથી જિલ્લા વહીવટી તંત્રને રસ કે નથી મોડાસા નગર પાલિકાને કોઈ ચિંતા

અરવલ્લી જિલ્લાના મોડાસામાં વિકાસની મોટી મોટી વાત થાય છે, પણ વિકાસ એવો કે, લોકોના માથાનો દુખાવો બની જાય છે. મોડાસા ના મેઘરજ અને માલપુર રોડ પર ઘણાં સમયથી ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી ચાલતી હતી, જેથી લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. ભારે રોષ અને વિરોધ પ્રદર્શન પછી ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી ક્યાંક પૂર્ણ થઈ તો ક્યાંક ચાલું છે. જે જગ્યા કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે, ત્યાં સરસ મજાના રોડ બની ગયા છે. આ રોડ એવા છે કે, સ્પેશ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી કેટલીક જગ્યાએ ખાડા છે. જો આ ખાડામાં કોઈ ટી વ્હીલર ચાલક ભૂલથી પડી જાય તો… કહેવું મુશ્કેલ છે.

મેઘરજ રોડ પર લગભગ ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે, જોકે ગટરના ઢાંકણા એટલા ઊંડા છે કે, જો કોઈ ભૂલથી વાહન ચાલક તેના પરથી પસાર થાય, તો હોસ્પિટલ જવાનો વારો આવી શકે છે. અહીંથી અધિકારીઓ એટલા માટે જ પસાર થતા નથી, જો પસાર થાય તો, આબરૂના ધજાગરા થઈ શકે છે. કારણ કે, કોઈ અધિકારી પસાર થાય અને પડી જાય, તો લોકોને શું જવાબ આપવો, તેવા વિચારથી મહાશયો પસાર થતા નથી. રોજેરોજ કોઈક ને કોઈક નાના વાહન ચાલકો ગટરના ખાડાનો ભોગ બને છે, પણ તંત્રને કોઈ જ ફરક પડતો નથી. હવે સંબંધિત વિભાગ ગટરના ઢાંકણાનું કામ ક્યારે કરશે, તો અહીં બરાબર લેવલ થાય !!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!