37.6 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines અરવલ્લી : LCBએ પાલ્લા ગામમાંથી નકલી તબીબ ઝડપ્યો , ગ્રામ્ય વિસ્તારોમાં 1...

અરવલ્લી : LCBએ પાલ્લા ગામમાંથી નકલી તબીબ ઝડપ્યો , ગ્રામ્ય વિસ્તારોમાં 1 હજારથી વધુ તબીબોની હાટડીઓ..!!

0
77

આરોગ્ય તંત્રની ઘોર બેદરકારીને પગલે જીલ્લામાં ઉંટવૈધનો રાફડો ફાટ્યો, ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક નકલી તબીબો 20 કે 30 વર્ષથી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે
આરોગ્ય વિભાગના વહીવટદારો ઉઘરાવી ઉચ્ચ નકલી તબીબો પાસેથી હપ્તા ઉઘરાવી ઉચ્ચ અધિકારીઓની દિવાળી રંગરંગ બનાવતા હોવાની ચર્ચા
ઝોલાછાપ તબીબો બુટ શૂટ અને ઈસ્ત્રી ટાઈટ કપડા પહેરી અસલી તબીબની માફક સ્ટેથોસ્કોપ લટકાવી રોફ જમાવતા હોવાથી ગામડાંની ભોળી પ્રજા અસલી તબીબ સમજી લેતી હોય છે

અરવલ્લી જીલ્લા સહિત સમગ્ર રાજ્યમાંથી નકલી તબીબ ઝડપાયાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારો અને ઔધોગિક એકમોમાં કંપાઉન્ડરમાંથી બોગસ તબીબ બની લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી હાટડીઓ ઉભી કરી દઈ બિંદાસ્ત એલોપેથિક પ્રેક્ટિસ કરી રહ્યા છે અરવલ્લી જીલ્લા એલસીબીએ બાતમીના આધારે શામળાજીના પાલ્લા ગામમાં વર્ષોથી કોઇ પણ પ્રકારની તબીબી ડિગ્રી વગર લોકોની સારવાર કરી રહેલા મુન્નાભાઈ એમબીબીએસ રમેશ કાંતી બળેવાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

અરવલ્લી એલસીબી પોલીસે શામળાજી તાલુકાના પાલ્લા ગામમાં રમેશ કાંતી બળેવા સ્વઘોષિત તબીબ બની બેઠો હતો અને છેલ્લાં કેટલાય વર્ષોથી સમગ્ર પંથકના બીમાર લોકોની એલોપેથિક સારવાર કરતો હોવાની બાતમી મળતાં તાબડતોડ પાલ્લા ગામમાં પંહોચી બીમાર દર્દીઓની સારવાર કરતા ઝડપી લીધો હતો તેની પાસેથી એલોપેથિક દવાઓનો જથ્થો અને મેડિકલના સાધનો સહિત રૂ.3566/-નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર અને પોતાને તબીબ કહેનાર રમેશ કાંતી બળેવાને પોલીસે દબોચી લેતા નકલી તબીબની કરતૂત સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો

આ ઘટના એ વાતનો પુરાવો છે કે ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ નકલી તબીબોની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આવા લોકો ગરીબ અને અભણ લોકોનો ગેરલાભ ઉઠાવે છે અને તેમને ખોટી સારવાર આપીને તેમના સ્વાસ્થ્યને જોખમમાં મૂકે છે. સરકાર અને સ્થાનિક વહીવટીતંત્રએ આવા નકલી તબીબો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને લોકોને જાગૃત કરવા જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!