30 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines અરવલ્લી : મામલતદાર કચેરીના સર્કલ વિભાગમાં ‘દીવો’ લઈને ‘જા..લ્યા..’ કોણ કેટલું સારૂ...

અરવલ્લી : મામલતદાર કચેરીના સર્કલ વિભાગમાં ‘દીવો’ લઈને ‘જા..લ્યા..’ કોણ કેટલું સારૂ કામ કરે છે ?

0
65

અરવલ્લી જિલ્લાના મહેસૂલ વિભાગમાં જાણે રીતસરનો ભ્રષ્ટાચાર ચાલતો હોવાની બૂમો ઉઠી રહી છે. Mera Gujarat ના અહેવાલો ને લઇને લોકો પોતાની આપવીતિ જણાવી રહ્યા છે. બે દિવસ પહેલા મહેસૂલ વિભાગમાં કેવી રીતે ઉઘરાણાં થાય છે, જે અંગે અહેવાલ પ્રસિદ્ધ કરતા, ભોગ બનનાર લોકો સંપર્ક કરી રહ્યા છે. એક અરજદારે ટેલિફોનિક સંપર્ક કરીને જણાવ્યું કે, તેમની સાથે પણ આવું જ બન્યું છે. નોંધ ની અસર આપવાના થોડા દિવસ પહેલા મળતિયા થકી સંપર્ક કરવામાં આવ્યો હતો. વેચાણ દસ્તાવમાં ક્ષતિ છે, આમ છે, તેમ છે કહીને ગજા બહારની રકમ માંગવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે અરજદાર ને આંકડો મોટો કહેવામાં આવતા, તેમના પગતળેથી જમીન સરકી ગઈ અને ના પાડી. થોડા દિવસ પછી જોતા, તેમની નોંધ જ નામંજૂર કરી દેવામાં આવી.

અરવલ્લી: રેવન્યુ વિભાગ પારદર્શક એક માત્ર વાત !!!! ફાઈલ આવતા જ અરજદારને નહીં પરંતુ નજીકના લોકોનો સંપર્ક કરી….. વાંચો – http://sh028.global.temp.domains/~renewedm/MeraGujarat/news/39104/

સરકારે અધિકારીઓને અરજદારોના સમસ્યાઓના નિરાકરણ માટે નિયુક્ત કર્યા છે, જોકે આવા ભ્રષ્ટ અધિકારીઓ મનમાની કરીને, કેટલાક મળતિયાઓને રાખીને માત્ર ને માત્ર પૈસા ઉઘરાવવાના ધંધા કરતા હોવાની બૂમો ઉઠવા લાગી છે. ખાસ કરીને નોંધ મંજૂર-નામંજૂરનો ખેલ મોટો છે. મોડાસા, બાયડ, ભિલોડા સહિતના આસપાસના વિસ્તારોમાં જમીનનોના ભાવ જેમ-જેમ ઊંચાકાઈ રહ્યા છે, તેમ-તેમ સર્કલ અધિકારીઓની આંખો ખુશી થી ભિંજાઈ જાય છે અને નોંધનો ખેલ શરૂ કરી દેવાય છે. થોડા સમય પહેલા મોડાસા સર્કલ વિભાગમાં ACB એ છટકું ગોઠવ્યું હતું, જેમાં એક વચેટિયાને ઝડપી પાડ્યો હતો, છતાં મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચાર ઓછો થવાને બદલે ખૂબ જ વધી ગયો હોય, તેવું સ્પષ્ટ લાગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!