28.7 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines ‘સરહદો તો બદલાયા કરે, કોણ જાણે કાલે સિંધ ભારતમાં હોય!’, રાજનાથ સિંહનું...

‘સરહદો તો બદલાયા કરે, કોણ જાણે કાલે સિંધ ભારતમાં હોય!’, રાજનાથ સિંહનું મોટું નિવેદન

0
58

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનના સિંધ મુદ્દે રવિવારે મોટું નિવેદન આપ્યું છે. દિલ્હીમાં સિંધી સમાજના એક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન તેમણે કહ્યું, કે આજે સિંધની જમીન ભલે ભારતનો ભાગ નથી પણ સિંધી સભ્યતા હંમેશા ભારતનો અંગ રહેશે. જ્યાં સુધી જમીનની વાત છે, સરહદો તો બદલાયા કરે છે. કોણ જાણે કાલે સિંધ ફરી ભારતમાં પાછું આવી જાય.’

સિંધ અને ભારતનો નાતો
રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે, ‘મેં જોયું છે કે જ્યારે પણ લખનૌમાં રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમ થાય ત્યારે સિંધી સમાજના લોકો તેમાં ખાસ ભાગ લે છે. રામાયણમાં લખેલા શ્લોકથી એ સ્પષ્ટ થાય છે કે સિંધ પ્રદેશ રાજા દશરથના રાજ્યનો ભાગ હતો. આપણી સંસ્કૃતિમાં ગંગા સૌથી પૂજનીય છે પણ બીજા દેશોમાં ભારતની ઓળખ સિંધુ નદીથી થાય છે. વેદનું જ્ઞાન પણ સૌથી પહેલા સિંધ ક્ષેત્રમાં જ આવ્યું હતું.’

રાજનાથ સિંહે સિંધી લોકોના વખાણ કરતાં વધુમાં કહ્યું હતું, કે આજે ભારત અને વિશ્વભરમાં સિંધી સમાજની ઓળખ તેમની મહેનતના કારણે છે. તેમણે પોતાની એક આગવી ઓળખ બનાવી છે. સિંધી ભાષાની મીઠાશ, સંત કાવ્ય અને સિંધી કળા આપણી પરંપરાઓ દર્શાવે છે.

નોંધનીય છે કે સિંધ પાકિસ્તાનનો ત્રીજો મોટો પ્રાંત છે. સ્વતંત્રતા સમયે સિંધ પાકિસ્તાનનું ભાગ બન્યો. તે સમયે અહીં મોટી સંખ્યામાં હિન્દુઓ પણ રહેતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!