38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત નર્મદા : કેવડીયા કોલોની હાઈસ્કુલનો સ્નેહ મિલન અને ગુરૂવંદના સમારોહ હર્ષોલ્લાસ...

નર્મદા : કેવડીયા કોલોની હાઈસ્કુલનો સ્નેહ મિલન અને ગુરૂવંદના સમારોહ હર્ષોલ્લાસ સાથે યોજાયો

0
71

નર્મદા જીલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે આવેલી સરકારી હાઈસ્કુલના ભુતપુર્વ વિદ્યાર્થીઓનો સ્નેહ મિલન સમારોહ અને ગુરુવંદના સમારોહ એકતા ઓડીટોરિયમ ખાતે યોજાયો હતો. જેમા ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં રહેતા ભુતપુર્વ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.વિદ્યાર્થીઓ દ્વારા ગુરુજનોનુ સન્માન કરવામા આવ્યુ હતુ. વિદ્યાર્થીઓએ વિશ્વ પ્રસિધ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ નર્મદા આરતી પણ નિહાળી હતી.

જે શાળામા ભણ્યા હોય અને એજ શાળાના શિક્ષકો અને સાથે ભણતા વિદ્યાર્થીઓને વર્ષો પછી ફરી મળવાનુ થાય ત્યારે તેનો આનંદ અનેરો જ હોય છે. નર્મદા જીલ્લાની કેવડીયા કોલોની સરકારી હાઈસ્કુલની સ્થાપના 1665માં થઈ હતી. આ હાઈસ્કુલમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ વિવિધ ક્ષેત્રમાં નામના મેળવી છે. અને સમાજ અને શાળાનુ પણ ગૌરવ વધાર્યુ છે. સરકારી હાઈસ્કુલના ભુતપુર્વ વિદ્યાર્થીઓ દ્વારા સ્નેહમિલન અને ગુરુ વંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન કેવડીયા કોલોની એકતા ઓડીટોરીયમ ખાતે કરવામા આવ્યું હતું. દિપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમને ખુલ્લો મુકવામા આવ્યો હતો. કેવડીયા હાઈસ્કુલ તેમજ પ્રાથમિક શાળાઓના શિક્ષકો તેમજ નિવૃત શિક્ષકોનુ પણ સાલ ઓઢાડીને સન્માન કરવામા આવ્યુ હતું. ઘણા વર્ષો પછી સાથે ભણતા વિદ્યાર્થીઓ મિત્રો એકબીજા ને વર્ષો પછી મળતા એકબીજાને ભેટી પડતા લાગણીસભર માહોલ સર્જાયો હતો. વિદ્યાર્થીઓમા કેટલાક વિદ્યાર્થીઓ તો નિવૃત પણ થઈ ગયા હતા, વિદ્યાર્થીઓને એકબીજા સાથે ફોટા અને સેલ્ફી પણ ખેચાવી હતી. અને શાળાકીય જીવનના જુના સંસ્મરણો તાજા કર્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓ અને ગુરુજનોએ આરોગ્ય વનની મુલાકાત લીધી હતી. અને ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મુલાકાત લઈ સરદાર પટેલના જીવન પર આધારિત લેસર શો નિહાળ્યો હતો. ત્યારબાદ નર્મદા ઘાટ ખાતે યોજાતી ભવ્ય આરતી પણ નિહાળી હતી. વિદ્યાર્થીઓને યુવનાયક વિવેકાનંદ પુસ્તક ભેટ સ્વરુપે આપવામા આવ્યુ હતુ. ભુતપુર્વ વિદ્યાર્થીઓ સહિતની આયોજકોની ટીમએ કાર્યક્રમને સફળ બનાવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.અને કાર્યક્રમ સફળ રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!