27.1 C
Gujarat
Saturday, July 25, 2026
Home ક્રાઇમ અરવલ્લી : પોલીસે ટ્રેકટર ભાડે લઈ વેચી મારતી ગેંગના 6ને દબોચ્યા, 1.21...

અરવલ્લી : પોલીસે ટ્રેકટર ભાડે લઈ વેચી મારતી ગેંગના 6ને દબોચ્યા, 1.21 કરોડના 20 ટ્રેકટર,10 ટ્રોલી અને જેસીબી જપ્ત

0
33

4 કરોડનો મુદ્દામાલ જપ્ત,મહીસાગરના ક્રિષ્ણાપુરા ગામનો કનુ રામસિંગ ભરવાડ ગેંગનો મુખિયા નીકળ્યો

અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ
પોલીસતંત્રએ મેઘરજ,માલપુર અને દાહોદ જીલ્લામાં ખેડૂતોને વિશ્વાસમાં લઈને તેમના ટ્રેકટર ભાડે લઈ બારોબાર વેચી દેતી ટોળકીનો પર્દાફાશ કરી છ આરોપીઓને દબોચી લઈ 1.21 કરોડના 20 ટ્રેકટર,10 ટ્રોલી અને એક જેસીબી રિકવર કરી
જગતના તાતને છેતરનાર ગેંગના પાંચ આરોપીઓને ઝડપી પાડવા અન્ય ટ્રેક્ટર ટ્રોલી રિકવર કરવા માટે પોલીસની અલગ અલગ ટીમોએ આરોપીઓ સાથે રાખી શોધખોળ શરૂ કરી છે

અરવલ્લી જીલ્લાના મેઘરજ અને માલપુર તાલુકામાં ખેડૂતોના ટ્રેક્ટર ભાડે લઈ થોડા મહિના સમયસર ભાડું આપી અન્ય ખેડૂતોનો વિશ્વાસ કેળવ્યા પછી ખેડૂતોના 40 ટ્રેક્ટર,15 ટ્રોલી અને એક જેસીબી ભાડા ઉપર લઈ ભાડું ચૂકવવાના બદલે
સૌરાષ્ટ સહિત અન્ય જીલ્લાઓમાં બારોબાર વેચી મારી ભાડું કે તેમના વાહનો પરત નહીં આપતા મેઘરજ અને માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જીલ્લા એલસીબી ટીમ અને માલપુર મેઘરજ પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરી ખેડૂતો સાથે છેતરપિંડી કરનાર છ આરોપીઓને દબોચી લઈ 20 ટ્રેકટર,10 ટ્રોલી અને એક જેસીબી રિકવર કર્યા હતા અન્ય ટ્રેકટર અને ટ્રોલીની તપાસ હાથધરી જગતના તાતને છેતરનાર ગેંગના અન્ય પાંચ ઠગોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

ખેડૂતોના ટ્રેકરર-ટ્રોલી વેચી મારનાર આરોપી…!!
૧)વિજય રાધા (રહે,પ્રાંતવેલ-બાયડ)
૨)સુનીલ કાળા પરમાર (રહે,પ્રાંતવેલ-બાયડ)
૩)પ્રવિણ કનકા મસાર (રહે,લાલજીના પહાડીયા-માલપુર)
૪)કનુ જશુ પાંડોર (રહે,ગોવિંદપુર-માલપુર)
૫)વિપુલ ઉર્ફે રાણા રણછોડ ભરવાડ (રહે,શેઢા,પીપોદરા)
૬)કનુ ઉર્ફે કાળિયો રામસિંગ ભરવાડ (રહે,ક્રિષ્ણપુરા,ખરોડ
મહીસાગર)

વોન્ટેડ આરોપી..!!
૧)ઉમંગ પટેલ (રહે,ઉપલેટા-રાજકોટ)
૨)યોગેશ રામ આહીર (રહે,કૂડોચ-ઉપલેટા)
૩)રાઘવ ભરવાડ (રહે,ડુગરવાડા-મોડાસા)
૪)રુદન બચુ ભરવાડ (રહે,ખલીકપુર-માલપુર)
૫)મો.સોહિલ જાનમોહમ્મદ મેમણ (રહે,વડાલી-સાબરકાંઠા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!