27.5 C
Gujarat
Friday, August 14, 2026
Home ગુજરાત અરવલ્લી : મોડાસાના દધાલીયા પાસે નર્સિંગ કોલેજની બસ રોડ સાઈડ ખાડામાં ઉતરી...

અરવલ્લી : મોડાસાના દધાલીયા પાસે નર્સિંગ કોલેજની બસ રોડ સાઈડ ખાડામાં ઉતરી પડી, 4 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત

0
308

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના દધાલિયા ગામના તળાવ નજીકથી પસાર થતી ખાનગી નર્સિંગ કોલેજની બસના ચાલકે સામેથી આવતી રિક્ષાનો કટ મારવા જતા બસ રોડ સાઈડ ખાડામાં ઉતારી જતા બસમાં સવાર ચાર વિદ્યાર્થીઓને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાઈ હતી બસ રોડ પરથી ખાડામાં ઉતરી પડતા વિદ્યાર્થીઓની ચીસોથી લોકો દોડી આવ્યા હતા સદનસીબે બસ પલટી ખાતા રહી જતા અન્ય વિદ્યાર્થિઓનો આબાદ બચાવ થયો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર, મોડાસા-શામળાજી રોડ પર આવેલ
ગાજણ પાસે આવેલી ક્રિષ્ના નસીંગ કોલજની બસ 30થી વધુ વિદ્યાર્થીઓને લઈને દધાલીયા પીએચસી વિસ્તારમાં પોસ્ટિંગ માટે નીકળી હતી દધાલિયા ગામના તળાવ નજીક પસાર થતા રોડ પર સામેથી પસાર થતી રિક્ષાનો કોલેજ બસના ચાલકે કટ મારવા જતા સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ રોડ સાઈડ ખાડામાં ઉતરી જતા અકસ્માતની ઘટના સર્જાઈ હતી બસ ખાડામાં ઉતરી પડતા ચાર વિદ્યાર્થીઓના શરીરે ઇજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાઈ હતી સદનસીબે જાનહાનિ ટળતા અકસ્માતના સ્થળે દોડી આવેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!